અમેરિકામાં સગીર દીકરાએ ટેટૂ કરાવતા માતાની ધરપકડ, ડૉક્ટરો કહે છે કે બાળકો શરીર પર સ્થાયી ચિહ્નનો નિર્ણય લેવા પરિપક્વ નથી હોતા

અમેરિકામાં સગીર દીકરાએ ટેટૂ કરાવતા માતાની ધરપકડ, ડૉક્ટરો કહે છે કે બાળકો શરીર પર સ્થાયી ચિહ્નનો નિર્ણય લેવા પરિપક્વ નથી હોતા

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં 10 વર્ષના બાળકે તેના હાથ પર ટેટૂ કરાવ્યું. આ દંડનીય ગુના બદલ તેની માતા અને ટેટૂ આર્ટિસ્ટની ધરપકડ કરાઈ. આ અમેરિકાનો પહેલો કેસ નથી. અગાઉ પણ 18 વર્ષીય યુવકે ટેટૂ કરાવતા તેના માતા-પિતાની ધરપકડ કરાઈ હતી. નોર્થ કેરોલિનામાં માતા પર તેની દીકરીના જીવને જોખમમાં મૂકવાનો કેસ ચાલ્યો હતો કારણ કે, તેણે 11 વર્ષની દીકરીના ખભા પર હૃદયનું ટેટૂ કરાવ્યું હતું.

અનેકવાર તો માતા-પિતાને ખબર જ નથી હોતી કે આ ગુનો છે કેમ કે દરેક રાજ્યમાં અલગ અલગ નિયમ છે. અનેક રાજ્યોમાં ટેટૂ કરાવવા પર પ્રતિબંધ તો છે પણ માતા-પિતાની મંજૂરીથી જ તે કરાવી શકાય. ઓહાયો, વેસ્ટ વર્જિનિયા અને વરમાઉન્ટમાં કોઈ વય નક્કી નથી.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના પ્રોફેસર, પીડિયાટ્રિશિયન ડૉ. કોરા બ્રુનેર કહે છે કે ટેટૂ શરીર પર એક સ્થાયી ચિહ્ન છે. 18 વર્ષથી નાની વયના બાળકો માનસિક રીતે એટલા પરિપક્વ નથી હોતા કે તે આ નિર્ણય કરી શકે કે તે સ્થાયીરૂપે તેમના શરીર પર કયું ચિહ્ન કરાવાય. વકીલ મારિસા કાકોલસે ટેટૂ કાયદા અંગે પુસ્તકોની એક સિરીઝ લખી છે.

તેઓ કહે છે કે બાળકોએ ટેટૂ ન કરાવવા જોઈએ પણ તે બનાવડાવશે જ. ટેટૂ એક કલ્ચર છે. જે મુખ્યધારાનો હિસ્સો છે. એક બાળકને તેની પસંદગીના શિક્ષકના હાથનું ટેટૂ એટલું પસંદ પડ્યું કે, તેણે પણ એવું ટેટૂ કરાવ્યું. નેપિયરના 12 વર્ષના દીકરાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. તેમનો 10 વર્ષનો દીકરો પોતાના ભાઈની જર્સીના નંબરનું ટેટૂ કરાવવા માંગતો હતો, જે તેણે કરાવ્યું. પછી તેને 12 મહિનાની સજા થઈ. આ વાતને 12 વર્ષ થઈ ગયા.

તે કહે છે કે હું મારી દીકરીના નાક-કાન છૂંદાવું તો વાંધો નથી, પરંતુ ટેટૂ કરાવવું ગેરકાયદે છે. તે બંનેમાં શું ફર્ક છે? દીકરાને ટેટૂ કરાવવા દઉં તે ગુનો કેવી રીતે હોઈ શકે? ટેટૂ એન્થ્રોપોલોજિસ્ટ લાર્સ ક્રૂતકે દુનિયાના 30થી વધુ દેશોની 50 જનજાતિઓના ટેટૂ ઈતિહાસ પર રિસર્ચ કર્યું છે. તે કહે છે કે જનજાતિઓમાં ટેટૂ મેડિકલ સારવાર તરીકે જોવાય છે અને સારા નસીબ માટે પણ માણસો સદીઓથી ટેટૂ કરાવે છે.

ટેટૂ પડાવવાથી બાળકોમાં હિપેટાઈટિસ બી અને સીનું જોખમ વધે છે
અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના પ્રમુખ ડૉક્ટર કોરા બ્રુનેર કહે છે કે ટેટૂથી બાળકોના એચઆઈવીથી પ્રભાવિત થવાની આશંકા રહે છે. તેમનામાં હિપેટાઈટિસ બી અને સીનું જોખમ વધી જાય છે. તે કહે છે કે આવનારા સમયમાં જ્યારે તે કારકિર્દીની ભાગદોડમાં હશે બની શકે કે અમુક ખાસ નોકરીઓની તક તેમના માટે હંમેશા માટે ખતમ થઈ જશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow