દુનિયામાં સૌથી વધુ લોકો પાયલટ તો ભારતમાં લેખક બનવા માગે છે

દુનિયામાં સૌથી વધુ લોકો પાયલટ તો ભારતમાં લેખક બનવા માગે છે

દુનિયામાં મોટાભાગના લોકોને પાયલટની જોબ પસંદ છે, જ્યારે ભારતમાં મોટાભાગના લોકો લેખક બનવા માગે છે. તાજેતરમાં રેમિટલી કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ માહિતી સામે આવી છે. સારો પગાર તેમજ વિવિધ સુવિધાઓને જોતા લોકોને પાયલોટ બનવું વધારે પસંદ છે. રેમિટલીને ગૂગલ પર છેલ્લા 12 મહિનામાં નોકરીની શોધ કરતા લોકોનું વિશ્લેષણ કરીને આ અંગેનો રિપોર્ટ જાહેર કર્યો છે.

કંપનીએ 200 પ્રકારની જોબ સર્ચના આંકડાઓનું વિશ્લેષણ કર્યું છે. જેમાં અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા સહિત 25 દેશોના 9,30,630 લોકોએ પાયલોટ બનવા ગૂગલ સર્ચ કર્યું છે, જે ટોચ પર છે. જ્યારે બીજા નંબરે લેખક બનવા માટે 8,01,200 લોકોએ સર્ચ કર્યું હતું. ભારત સિવાય ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિત 75 દેશો નોકરી માટે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં ટોચ પર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સારા પગાર, સારી સુવિધા તેમજ મુસાફરીની તકો માટે પાયલોટની નોકરી સૌથી વધુ લોકો પસંદ કરતા હોય છે.

ચીનમાં ‘ડાયટિશિયન’ ડ્રીમ જોબ...
ચીનમાં ડાયેટિશિયન બનવા ઈચ્છતા લોકોની સંખ્યા સૌથી વધુ છે. જર્મનીમાં પ્રોફેસર અને જાપાનમાં YouTuber બનવા લોકો ઇચ્છે છે.

જો પડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાન, ભૂતાન અને બાંગ્લાદેશમાં પણ લેખક બનવા લોકો ઇચ્છે છે. આરબમાં મોટાભાગના લોકો કવિ બનવા માંગે છે, જ્યારે ઇજિપ્તમાં મોટા ભાગના ફૂટબોલ કોચ બનવા માગે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow