વાળ ધોતી વખતે મોટાભાગના લોકો કરે છે આ ભૂલ માટે થાય છે હેર ફોલ, સાવધાન થઈ જાવ નહીં તો પડી જશે ટાલ

વાળ ધોતી વખતે મોટાભાગના લોકો કરે છે આ ભૂલ માટે થાય છે હેર ફોલ, સાવધાન થઈ જાવ નહીં તો પડી જશે ટાલ

જો તમારા વાળ સતત ખરતા હોય તો આ સમાચાર તમારા કામના છે. વાળ ખરવા પાછળનું કારણ તેમને ધોવાની ખોટી રીત પણ હોઈ શકે છે. આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો સ્કેલ્પને યોગ્ય રીતે સાફ કરી શકતા નથી જેના કારણે વાળના ફોલિકલ્સમાં ગંદકી જામી જાય છે અને નવા વાળ ઉગતા નથી અને વાળ તૂટવા લાગે છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમારે વાળ ધોવાની સાચી રીત જાણવી જોઈએ.

વાળ ધોવાની સાચી રીત
શેમ્પૂ કરવાના 30 મિનિટ પહેલા વાળમાં તેલ લગાવો.
આ પછી તમારા વાળને સારી રીતે ભીના કરો.
શેમ્પૂને સ્કેલ્પમાં સારી રીતે લગાવીને મસાજ કરો.
વાળ ધોયા બાદ ટીપ્સ પર કન્ડિશનર લગાવીને 2 મિનિટ પછી માથું ધોઈ લો.
હવે વાળને કુદરતી હવામાં સુકાવો.

વાળને નુકસાન પહોંચાડે છે આ ભૂલો
વાળ ધોયા પછી ભીના વાળમાં કાંસકો કરવાનું ટાળો કારણ કે તેનાથી વાળ નબળા પડે છે અને ખરવા લાગે છે અને જો સમયસર તેની કાળજી લેવામાં ન આવે તો લોકોને ટાલ પણ પડવા લાગે છે.
અઠવાડિયામાં 2 થી 3 વખતથી વધારે વખત વાળ ધોવાનું ટાળો, આમ કરવાથી વાળ તૂટે છે અને ડ્રાય થઈ જાય છે.
વાળ ધોયા પછી તરત જ તેલ ક્યારેય ન લગાવવું જોઈએ તેનાથી વાળ નબળા પડે છે.
સૌપ્રથમ વાળ સુકાવો, પછી હળવો કાંસકો કર્યા પછી માથામાં તેલના થોડા ટીપાં લઈને તેની માલિશ કરો.

કંડિશનરનો ઉપયોગ કરવાની સાચી રીત
બજારમાં મળતા કન્ડિશનરની જગ્યાએ એલોવેરાનો ઉપયોગ કરો.
એલોવેરા અઠવાડિયામાં બે વાર માથા પર અવશ્ય લગાવવું જોઈએ.
વાળ ધોયા પછી ટીપ્સ પર કન્ડિશનર લગાવવું જોઈએ.
હવે તેને 2 થી 3 મિનિટ રહેવા દો.
પછી પાણીથી માથું ધોઈ લો.
ધ્યાન રાખો કે માથાની ચામડી પર કંડીશનર ન લગાવો.

વાળ સુકવવાની સાચી રીત
હેર ડ્રાયરની ગરમ હવા વાળને નબળા પાડે છે.
તમે વાળને કપડાથી ઘસીને સુકવકા બોવ તો બંધ કરી દો, આના કારણે તે તૂટવા લાગે છે.
કુદરતી હવા વાળને સૂકવવા માટે પૂરતી છે.
તમારા વાળ થોડા કલાકોમાં સંપૂર્ણપણે સુકાઈ જશે.
જો તનમે જલ્દીમાં છો તો વાળ પર ટુવાલ લપેટી અને વધારાનું પાણી બહાર કાઢો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow