વાળમાં મહેંદી લગાવ્યા બાદ મોટાભાગના લોકોને થાય છે આ મુશ્કેલીઓ, આ સરળ ટીપ્સ ફોલો કરો ચમકી ઉઠશે વાળ

વાળમાં મહેંદી લગાવ્યા બાદ મોટાભાગના લોકોને થાય છે આ મુશ્કેલીઓ, આ સરળ ટીપ્સ ફોલો કરો ચમકી ઉઠશે વાળ

આજકાલ નાની ઉંમરના લોકોને વાળ સફેદ થવાની ​​સમસ્યા થવા લાગી છે. જ્યારે ઘણા લોકો આ સમસ્યાને છુપાવવા માટે વાળમાં કલર લગાવે છે. પરંતુ ઘણા લોકો પોતાના વાળને સુંદર બનાવવા માટે મહેંદી લગાવે છે. પરંતુ વાળને ચમકદાર અને સુંદર બનાવવા માટે વાળમાં કેમિકલયુક્ત મહેંદી ન લગાવવી જોઈએ.‌

‌‌બજારમાં મળતી આવી મહેંદી તમારા વાળનો કુદરતી રંગ બગાડી શકે છે. ઉપરાંત તે તમારા વાળને ડ્રાય અને બેજાન બનાવે છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે મહેંદી લગાવ્યા પછી વાળને ડ્રાય થતા કઈ રીતે બચાવવા.

વાળને સુંદર બનાવવા માટે આ રીતે લગાવો મહેંદી‌‌મહેંદી લગાવ્યા પછી દહીંનો ઉપયોગ કરો‌‌

ઘણા લોકો મહેંદી લગાવ્યા પછી સીધા જ શેમ્પૂથી વાળ ધોઈ નાખે છે. તેનાથી વાળ ડ્રાય દેખાઈ શકે છે. તેથી જ્યારે પણ તમે વાળમાં મહેંદી લગાવો ત્યારે વાળમાં દહીંનું પેક લગાવો તેનાથી વાળની ​​ડ્રાયનેસ તો દૂર થશે જ સાથે જ ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થશે. આ માટે એક વાડકી દહીંમાં ઓલિવ ઓઈલ અને નારિયેળનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવો.  

મહેંદીમાં મિક્સ કરો આમળા અને દહીં ‌‌

મહેંદી લગાવતી વખતે વાળની ​​ડીપ કન્ડિશનિંગ માટે તેમાં આમળા પાવડર અને દહીંનો ઉપયોગ કરો. આ સિવાય જો તમારા વાળ ખૂબ જ ડ્રાય હોય તો તમે ઈંડાનો ઉપયોગ કરો. તેનાથી વાળ મજબૂત થશે.

કેળા અને એલોવેરા જેલનો ઉપયોગો‌‌

વાળની ડ્રાયનેસ ઓછી કરવા માટે કેળા ઉપયોગી થઈ શકે છે. તેને લગાવવાથી તમારા વાળને ફાયદો થઈ શકશે. તે ઉપરાંત તમે મહેંદી લગાવ્યા બાદ કેળાનું માસ્ક લગાવો. તેનાથી વાળને પોષણ અને મજબૂતી મળશે. સાથે જ તમારા વાળ સોફ્ટ બનશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow