5 હજારથી વધુ શિક્ષકો ચૂંટણી ફરજમાં, શાળાઓમાં 50 % સ્ટાફથી ભણાવાય છે

5 હજારથી વધુ શિક્ષકો ચૂંટણી ફરજમાં, શાળાઓમાં 50 % સ્ટાફથી ભણાવાય છે

વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર ત્રણ જ દિવસ બાકી રહ્યાં છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં માત્ર 50% સ્ટાફથી શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. કેટલાક દિવસોથી રાજકોટ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક સહિતના કુલ અંદાજિત 5 હજારથી વધુ શિક્ષકોને ચૂંટણીના ઓર્ડર થઇ જતા મોટાભાગના શિક્ષકો ચૂંટણી ફરજ પર હોવાને કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પર પણ અસર થઇ છે. હાલ માત્ર 50% સ્ટાફ સાથે શૈક્ષણિક કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાની એક હજારથી વધુ શાળાઓમાં પણ મતદાન મથક ફાળવવામાં આવ્યું છે જેથી ચૂંટણીના એક દિવસ પહેલા અને પછી પણ રજા જાહેર કરવામાં આવશે.

રાજ્યમાં આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી કામગીરી માટે મોટાભાગના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના ઓર્ડર કાઢ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરો અને નોન ટીચિંગના કાયમી કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. મતદાનના અગાઉના એક દિવસે તારીખ 30મીએ તૈયારી માટે આ શાળાઓમાં રજા રહેશે. ચૂંટણીના એક દિવસ પહેલા મોટાભાગના સ્ટાફને મતદાન મથકો પર પહોંચી જવા માટે સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત આ બિલ્ડિંગમાં મતદાનની તૈયારીઓને લઈને તારીખ 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવશે. જેના પગલે શાળાઓમાં પણ મિનિ વેકેશનનો માહોલ રહેશે.

રાજકોટ જિલ્લામાં 5 હજારથી વધુ શિક્ષકોના ચૂંટણી ફરજના ઓર્ડર થતા ચૂંટણી સંબંધિત જુદી જુદી તાલીમ માટે હાલ તેઓ શાળામાં આવી રહ્યા નથી. જેના કારણે જિલ્લાની મોટાભાગની શાળાઓમાં માત્ર 50% સ્ટાફથી જ શિક્ષણનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. હાલ વિદ્યાર્થીઓ શાળાએ નિયમિત રીતે ભણવા તો આવી રહ્યાં છે પરંતુ શાળામાં ભણાવવા માટે શિક્ષકો ઓછા હોવાની સ્થિતિ સર્જાઈ છે. ઓછા શિક્ષકોને કારણે વિદ્યાર્થીઓને પણ જુદા-જુદા વિષયોના અભ્યાસક્રમ ભણવામાં મુશ્કેલી પડી રહી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow