ડાકોર, પાવાગઢ સહિતનાં મંદિરોમાં 5 લાખથી વધુ ભક્તોની ભીડ

ડાકોર, પાવાગઢ સહિતનાં મંદિરોમાં 5 લાખથી વધુ ભક્તોની ભીડ

ગુરુ પુનમ ના પાવન પર્વ એ ખેડા જિલ્લાની સુપ્રસિદ્ધ ગુરુગાદી એવા વડતાલમાં ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. ગુરુ પૂનમ હોય ભગવાન ને કરોડો રૂપિયાની કિંમત ના હીરા જડિત મુકુટ અને સોનાના હાર થી શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5.15 વાગ્યે મંગળા આરતી થી જ પ્રભુ ના દર્શન કરવા ભક્તો વડતાલ આવી પહોંચ્યા હતા.

શ્રી હરીને કરોડોના સોનાના દાગીના અને હીરા જડીત મુકુટનો શણગાર કરાયો
જે રાતે 9 વાગ્યા ની શયન આરતી સુધી માં 2 લાખ ભક્તોએ શ્રી હરીકૃષ્ણ મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સવારે મંગળાઆરતી બાદ 7વાગે આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી મહારાજે મંદિરમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજનું ગુરૂપૂજન કર્યું હતું. ત્યારબાદ વડતાલ મંદિરના સભામંડપમાં ભક્તો ધ્વારા કિર્તન આરાધના કરવામાં આવી હતી. સવારે 8.30 કલાકે આચાર્ય પૂ.રાકેશપ્રસાદજી મહારાજ સંપ્રદાયના વરિષ્ઠ સંતો સાથે સભામંડપમાં પધાર્યા હતા. જ્યાં સંપ્રદાયના વિદ્વાન કથાકાર નિત્યસ્વરૂપ સ્વામીનું આચાર્ય મહારાજે ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow