100થી વધુ પોલીસકર્મીઓ દંડાયા, સરકારી કચેરી બહાર ચેકીંગ પણ થશે

100થી વધુ પોલીસકર્મીઓ દંડાયા, સરકારી કચેરી બહાર ચેકીંગ પણ થશે

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્રારા હાલમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારો અને શાળાના બાળકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની સમજણ આપવામાં આવી હતી. હવે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્રારા હેલ્મેટ ને લઇને કડક કાર્યવાહી કરવાના સંકેત આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા 100થી વધુ પોલીસકર્મી કે જેમણે હેલ્મેટ પહેરેલ ન હોય તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.  

હેલમેટ પહેરવું પડશે
આ અંગે રાજકોટ શહેર ટ્રાફિક DCP પુજા યાદવે જણાવ્યું હતું કે, વાહનચાલકો માટે હેલ્મેટ ખુબ જ જરૂરી છે. મોટાભાગના અકસ્માતના કિસ્સાઓમાં હેલ્મેટ નહિ પહેરવાને કારણે વાહનચાલકનું મોત થાય છે. ત્યારે લોકો હેલ્મેટનો ઉપયોગ કરે તે માટે ટ્રાફિક પોલીસ સક્રિય છે. ટ્રાફિક સપ્તાહમાં પણ હેલ્મેટ પહેરવા પર ભાર મુકવામાં આવ્યો છે. પોલીસ દ્રારા હેલ્મેટ સાથે બાઇક રેલી કરીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે વાહનચાલકોએ હેલ્મેટ પહેરવા માટે તૈયાર રહેવું પડશે પોલીસની સાથે તમામ બાઇક ચાલકોએ પણ હેલ્મેટ પહેરવું પડશે.

માત્ર દંડ નહિ,લોકોનો સહકાર જોઇએ છે
પૂજા યાદવે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં લોકો 100 ટકા હેલ્મેટ પહેરે તે માટે પોલીસ કામગીરી કરી રહી છે. જો કે પોલીસનો હેતુ માત્ર દંડ કરવાનો નથી, કડક કાર્યવાહીથી જરૂર હેલમેટ પહેરાવી શકાય છે અને હેલમેટ નહિ પહેનનાર પાસેથી દંડ વસુલી શકાય છે પરંતુ લોકોનો સાથ સહકાર જરૂરી છે. લોકો સામે ચાલીને હેલ્મેટનો ઉપયોગ કરે તે જરૂરી છે. ટ્રાફિક પોલીસ દ્રારા લોકોને જાગૃત કરવામાં આવશે તેમને વિશ્વાસમાં લેવામાં આવશે ત્યારબાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.

હેલમેટના કડક નિયમની પોલીસથી જ શરૂઆત
થોડા દિવસો પહેલા રાજકોટ પોલીસ દ્રારા પોલીસ હેડક્વાર્ટર ખાતે હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનો અને પોલીસ પરિવારના કોઇ સભ્ય હેલ્મેટ પહેર્યા વગર બાઇક લઇને બહાર નીકળે તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માત્ર પોલીસ અને તેના પરિવારના 100 જેટલા લોકોને ટ્રાફિક અંગેનો દંડ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ બાદ હવે સામાન્ય માણસને પણ ટ્રાફિક પોલીસ દ્રારા હેલ્મેટ પહેરવાની વિનંતી કરવામાં આવી છે જો હેલ્મેટ નહિ પહેરવામાં આવે તો આગામી દિવસોમાં દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હાઇકોર્ટે પણ ટકોર કરી હતી
રાજ્યમાં હેલમેટના નિયમની કડક અમલવારી માટે 17 જાન્યુઆરીના રોજ હાઇકોર્ટે પણ ટકોર કરી હતી. હાઇકોર્ટ દ્રારા સરકાર પાસે હેલમેટની અમલવારીને લઇને ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો. હાઇકોર્ટના નિર્દેશ બાદ પોલીસ દ્રારા રાજ્યભરમાં હેલ્મેટ અંગેની ડ્રાઇવ ચલાવવામાં આવે તેવી પુરી શક્યતા છે. એટલા માટે જ પોલીસ લોકજાગૃતિ સાથે લોકોને હેલ્મેટ પહેરવા માટેની અપીલ પણ કરી રહ્યા છે.

અકસ્માતમાં મૃત્યુના કેસમાં ઘણો વધારો
અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો તોડનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકો ઘણીવાર હેલ્મેટ પહેર્યા વિના રસ્તાઓ પર ટુ વ્હીલર ચલાવતા જોવા મળે છે અને તેને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. એવામાં હેલ્મેટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. જણાવી દઈએ કે ટ્રાફિક નિયમો મુદ્દે હાઇકોર્ટે સરકારને સૂચન કરતાં કહ્યું કે 'હજી પણ લોકો હેલ્મેટ પહેરતા નથી. હેલ્મેટ ન પહેરવાને કારણે અકસ્માતમાં મૃત્યુના કેસમાં ઘણો વધારો થયો છે, આ મુદ્દે ચિંતા દર્શાવતા હાઇકોર્ટે સરકારને ફરી એક વખત ટકોર કરી છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow