મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો!

મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો!

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય સૂત્રધાર ગોલ્ડી બરાડને અમેરિકાના કેલિફોર્નિયામાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોલ્ડીને 20 નવેમ્બરના રોજ કે તે પહેલા ડિટેઇન કરાયો હતો.જો કે, હજુ સુધી કેલિફોર્નિયા પોલીસે આ અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી.

જો કે તેની માહિતી ભારતીય ગુપ્તચર એજન્સીઓ સુધી પહોંચી છે. જે બાદ તે અમેરિકન એજન્સીઓનો સંપર્ક કરી રહી છે. ગોલ્ડી બ્રાર સામે 2 જૂના કેસમાં રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. કેનેડાથી થોડા દિવસો પહેલા જ તે રાજકીય આશ્રય માટે કેલિફોર્નિયા ભાગી ગયો હતો.

મુસેવાલાની હત્યા સમયે ગોલ્ડી બરાડ કેનેડામાં રહેતો હતો. સિંગરની હત્યા પછી, ગોલ્ડી ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને મુસેવાલાના ચાહકોના નિશાના પર હતો. તેને ડર હતો કે કોઈ તેનું ઠેકાણું જાહેર કરી દેશે. જેના કારણે તે થોડા સમય પહેલા કેનેડાથી અમેરિકાના કેલિફોર્નિયાના ફ્રેસનો શહેરમાં ભાગી ગયો હતો. ત્યાં જઈને તેણે બે વકીલોની મદદથી રાજકીય આશ્રય મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

ગુપ્તચર એજન્સીઓને મળેલા ઈનપુટ મુજબ ગોલ્ડી બરાડને કેનેડા સ્થિત ગેંગસ્ટર લખબીર સિંહ લંડા હરિકેના બાતમીદારના આધારે અટકાયતમાં લેવામાં આવ્યો હતો. જેના કારણે ગેંગસ્ટરોમાં પણ ભાગલા પડ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે તે એક બીજા વિરુદ્ધ ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ આપી રહ્યો છે.

અગાઉ મુસેવાલાની હત્યાનું કાવતરું ઘડનાર ગેંગસ્ટર લોરેન્સના ભાઈ અનમોલ અને ભત્રીજા સચિન થપનને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અનમોલને દુબઈમાં જ્યારે ભાંજેની અઝરબૈજાનમાં અટકાયત કરવામાં આવી હતી. મુસેવાલાની હત્યા પહેલા બંનેને લોરેન્સે વિદેશ ભગાડી દેવામાં આવ્યા હતા. બંને નકલી પાસપોર્ટ પર નકલી નામ દ્વારા વિદેશ પહોંચી ગયા હતા. તેમને પાછા લાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, પંજાબ પોલીસે તેમનો ગુનાહિત ઇતિહાસ પણ માંગ્યો છે.

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ માનસાનું જવાહરકે ગામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે સમયે મુસેવાલા પોતાની થાર જીપમાં સવાર થઈને સંબંધીના ઘરે જઈ રહ્યો હતો. કુલ 6 શૂટરોએ મુસેવાલાને ગોળી મારી હતી. જેમાંથી 4ની ધરપકડ કરવામાં આવી હતી અને અમૃતસરના અટારી ખાતે એન્કાઉન્ટરમાં પંજાબ પોલીસ દ્વારા 2 માર્યા ગયા હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow