મૂડીઝે 2022 માટે દેશના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 7% કર્યો

મૂડીઝે 2022 માટે દેશના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 7% કર્યો

વૈશ્વિક સ્તરે સ્લોડાઉન અને સ્થાનિક સ્તરે વધતા વ્યાજદરોને કારણે આર્થિક ગતિને અસર થવાને કારણે મૂડીઝે વર્ષ 2022 માટે ભારતના આર્થિક વૃદ્વિદરનું અનુમાન અગાઉના 7.7 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યું છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા સતત બીજી વાર દેશના વૃદ્વિદરના અંદાજમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ મૂડીઝે જીડીપી ગ્રોથનો અંદાજ મેના 8.8 ટકાથી ઘટાડીને 7.7 ટકા કર્યો છે.

ગ્લોબલ મેક્રો આઉટલુક 2023-24 રિપોર્ટમાં મૂડીઝે કહ્યું કે ભારત માટે વર્ષ 2022ના જીડીપી દરના અનુમાનને અગાઉના 7.7 ટકાથી ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યું છે. અનુમાનમાં ઘટાડા પાછળનું કારણ ઉચ્ચ ફુગાવો, વધુ વ્યાજદરો અને વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ છે. આ દરેક પરિબળોને કારણે આર્થિક ગતિને પણ બ્રેક લાગશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.

મૂડીઝ અનુસાર વર્ષ 2023માં ગ્રોથ ઘટીને 4.8 ટકા તેમજ ફરીથી વર્ષ 2024 દરમિયાન વધીને 6.4 ટકાની આસપાસ રહેશે. વૈશ્વિક અર્થતંત્ર સતત વધતી મોંઘવારી વચ્ચે અનિશ્વિતતાના અસાધારણ ઉચ્ચ સ્તર, સખત નીતિગત પગલાં, ખાધ પડકારો, ભૌગોલિક રાજકીય ફેરફારો તેમજ ફાઇનાન્સિયલ માર્કેટ વોલેટિલિટી જેવા નકારાકત્મક પરિબળોને કારણે મંદી તરફ ધકેલાઇ રહ્યું છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow