મોદીએ કહ્યું- આતંકવાદ સામે જોર્ડનની વિચારસરણી ભારત જેવી
PM નરેન્દ્ર મોદીએ હુસૈનિયા પેલેસ ખાતે જોર્ડનના રાજા અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. હુસૈનિયા પેલેસ ખાતે પહોંચ્યા બાદ, તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ દ્વિપક્ષીય મુલાકાત પણ કરી હતી.
મોદીએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ભારત અને જોર્ડન આતંકવાદ સામે સમાન દ્રષ્ટિકોણ ધરાવે છે. તેમણે ઉષ્માભર્યા સ્વાગત માટે રાજા અબ્દુલ્લાનો આભાર માન્યો હતો. તેમણે ખાતર અને ડિજિટલ ટેકનોલોજીમાં સહયોગ વધારવા વિશે પણ વાત કરી હતી.
કિંગ અબ્દુલ્લાએ પીએમની મુલાકાત દરમિયાન થયેલા કરારો અને સમજૂતી કરારો પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ કરારો બંને દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવશે અને ભાગીદારી માટે નવા માર્ગો ખોલશે.
કિંગ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે પીએમ મોદીની મુલાકાત ભારત અને જોર્ડન વચ્ચે દાયકાઓ જૂની મિત્રતા, પરસ્પર આદર અને અર્થપૂર્ણ સહયોગ દર્શાવે છે.