મોદીએ જિનપિંગની પ્રિય 'રેડ ફ્લેગ' કારમાં મુસાફરી કરી

મોદીએ જિનપિંગની પ્રિય 'રેડ ફ્લેગ' કારમાં મુસાફરી કરી

ચીનના તિયાનજિનમાં, PM મોદીને મુસાફરી માટે એક ખાસ કાર 'હોંગકી L5' આપવામાં આવી છે. આ કારને ચીનની રોલ્સ રોયસ કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતે આ કારનો ઉપયોગ કરે છે. મોદી સોમવારે SCO સમિટમાં હાજરી આપવા માટે આ કારમાં પહોંચ્યા હતા.

જિનપિંગ તેમની સત્તાવાર મુલાકાતો દરમિયાન આ કારનો ઉપયોગ કરે છે. હોંગકી કારને રેડ ફ્લેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2019માં જ્યારે જિનપિંગ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે પણ આ કારનો ઉપયોગ કર્યો હતો.

આ કારનો ઇતિહાસ 1958માં શરૂ થાય છે, જ્યારે ચીનની સરકારી કંપની ફર્સ્ટ ઓટોમોટિવ વર્ક્સ (FAW)એ તેને કોમ્યુનિસ્ટ પાર્ટી (CPC)ના ટોચના નેતાઓ માટે બનાવી હતી. આ કારને મેડ ઇન ચાઇનાનું પ્રતીક માનવામાં આવે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow