બિલ્ડરે ગૌચર વેચ્યાની રાવ સાથે ટોળાં આવ્યા પણ આવેદનમાં ભૂમાફિયાનો ઉલ્લેખ જ નહીં

બિલ્ડરે ગૌચર વેચ્યાની રાવ સાથે ટોળાં આવ્યા પણ આવેદનમાં ભૂમાફિયાનો ઉલ્લેખ જ નહીં

પારડી ગામે ગૌચરની જમીન ઉપર રહેણાક મકાનો બની જતા ગ્રામપંચાયત દ્વારા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જેને લઈને પારડી ગામથી ટોળુે કલેક્ટર કચેરી ખાતે આવી હલ્લાબોલ કર્યો હતો. પારડી ગામે ગૌચરની જમીન પર દબાણ હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન સામે આવ્યુ હતુ કે ભુમાફિ્યાઓએ ખાનગી જમીન ગણાવી ગૌચર પર છ સોસાયટી ઉભી કરી છે.

ટોળાંઓમાં મહિલાઓહે સૂચિતની જમીન કહી ગૌચરની જમીન વેચવામાં આવી હતી. જો અમને ખબર હોત કે આ જમીન ગૌચરની છે તો અમે વેચાતી લેત જ નહીં. જો કે આગેવાનોએ આવેદનપત્રમાં છેતરપિંડી થયાનો કે ભૂમાફિયાઓનો ક્યાંય ઉલ્લેખ જ નથી. પણ એવી માંગ કરવામાં આવી છે કે, ગૌચરની જમીન રહેવા માટે કાયદેસર કરી અપાય.

કલેક્ટર કચેરી બહાર એવા નારા લાગતા હતા કે, બિલ્ડરો દ્વારા અમને છેતરવામાં આવ્યા છે, અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પરંતુ કલેક્ટરને આપવામાં આવેલા આ આવેદનપત્રમાં ભૂમાફિયાઓએ લોકો સાથે છેતરપિંડી કરી હોય તેવો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કલેક્ટર બાદ પ્રાંત અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કેે પારડી ગામે ગૌચરની જમીન રેગ્યુલાઈઝ કરી આપવાની માંગ કરતા હતા પરંતુ તે શક્ય નથી. કોર્ટે પણ આ લોકોને પોતાના આધાર પુરાવા રજૂ કરવા કહ્યું છે. જો 15 દિવસમાં લોકો ડોક્યુમેન્ટ્સ રજૂ નહીં કરી શકે તો પગલાં લેવા પડશે.

આવેદન અને નારેબાજીની ભીન્નતા અંગે વિસ્તારના આગેવાન ડી.ડી. સોલંકીએ એવો ખુલાસો કર્યો છે કે, હાલ તો ડિમોલિશનની કામગીરી અટકે તેવા પ્રયાસો છે પહેલા ગ્રામપંચાયતને પુરાવા રજૂ કરીશું. બાદમાં બિલ્ડરો સામે ફરિયાદ કરીશું પણ સરકારે ફરિયાદી બનવું જોઈએ.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow