મો. સિરાજ-ક્રિષ્નાની જોડીએ મેચ પલટી

પાંચમી ટેસ્ટના છેલ્લા દિવસે 27,000 દર્શકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ ઓવલ ગ્રાઉન્ડ ખીચોખીચ ભરેલું હતું. ઇંગ્લેન્ડને જીતવા માટે ફક્ત 35 રનની જરૂર હતી, જ્યારે ભારત જીતથી 4 વિકેટ દૂર હતું.
દિવસની પહેલી ઓવર ફેંકવા આવેલા પ્રસિદ્ધ ક્રિષ્નાએ પોતાના પહેલા બે બોલમાં ચોગ્ગા ખાધા. હવે ઇંગ્લેન્ડ જીતથી માત્ર 27 રન દૂર હતું. પરંતુ આગામી બે ઓવરમાં સિરાજે જેમી સ્મિથ અને જેમી ઓવરટનની વિકેટ લઈને ઇંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું.
આ પછી પ્રસિદ્ધે જોશ ટંગને બોલ્ડ કર્યો. આ કારણે ઇજાગ્રસ્ત ક્રિસ વોક્સ એક હાથે બેટિંગ કરવા આવ્યો. સિરાજના બોલ પર એટકિન્સને સિક્સ ફટકારતાં ઇંગ્લેન્ડનો દાવ ફરી સુધરતો હોય તેવું લાગતું હતું. પરંતુ સિરાજે તેને બીજી જ ઓવરમાં બોલ્ડ કરી અને ભારતને મેચ જીતી લીધી.