મજા કર પણ કંઈ કરે તો પ્રોટેકશન યૂઝ કરજે

'સન ઓફ સરદાર 2'માં સબાની ભૂમિકામાં જોવા મળેલી રોશની વાલિયા ઘણી સિરિયલોનો પણ હિસ્સો રહી ચૂકી છે. તેણે 'બાલિકા વધૂ'માં ગંગાના બાળપણનો રોલ ભજવ્યો હતો. તેણે 'દેવો કે દેવ મહાદેવ'માં કિશોરી સીતાની ભૂમિકા ભજવી હતી અને મહારાણા પ્રતાપમાં 'અજબદે પંવર'ની ભૂમિકા ભજવી હતી. સબા 7 વર્ષની હતી ત્યારે મુંબઈ આવી હતી. તેનો ઉછેર સિંગલ પેરેન્ટિંગ દ્વારા થયો હતો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન, તેણે માતાએ આપેલી કેટલીક બોલ્ડ સલાહ વિશે વાતચીત કરી જે ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહી છે.
રોશની હોટરફ્લાયના 'ધ મેલ ફેમિનિસ્ટ' પોડકાસ્ટમાં જોવા મળી હતી. તેણે કહ્યું કે- મારી માતા ક્યારેય સ્ટ્રીક રહી નથી. હું જે પણ કંઈ કરું દરેક વસ્તુ મારી માતા સાથે શેર કરું છું. પછી ભલે તે કોઈ છોકરાને મળવાની વાત હોય કે તેને ઘરે બોલાવવાની વાત હોય. મને લાગે છે કે સ્ટ્રીક વર્તન બાળકોને વધુ બગાડે છે. રોશનીએ કહ્યું કે- મારા મિત્રો માતા સાથે ખૂબ જ મજા કરે છે. તે આંટી નહીં પણ મારી મમ્મીને સ્વીટી કહે છે.
રોશનીને પૂછવામાં આવ્યું કે- એવા 3 ઉદાહરણો આપી શકો છો, જેના પર લોકો ક્યારેય વિશ્વાસ ન કરે કે કોઈના મમ્મી આવું પણ કહી શકે છે. આના પર રોશનીએ જવાબ આપ્યો કે- 'મારી માતા હંમેશા અમને કહેતી હતી કે કંઈ કરો તો પ્રોટેકશન યૂઝ કરજો. ભારતીય ઘરોમાં આ હજુ પણ સામાન્ય વાત નથી. મારા કરતાં મારી મોટી બહેનને આ વાત વધુ કહી છે કારણ કે હું ત્યારે નાની હતી, હવે હું મોટી થઈ રહી છું એટલે મને પણ આ વાત કહી છે.'