નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો ફક્ત આ એક વસ્તુ, સફેદ વાળ પણ થઈ જશે કાળા

નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો ફક્ત આ એક વસ્તુ, સફેદ વાળ પણ થઈ જશે કાળા

ઘણા લોકો સફેદ વાળથી પરેશાન રહે છે. સમય પહેલા સફેદ થઈ રહેલા વાળ ખરાબ ડાયેટ, જેનેટિક્સ, વાળમાં પોષણની કમી, વાતાવરણ અને ખરાબ જીવનશૈલી સાથે જોડાયેલી આદતોનું પરિણામ હોઈ શકે છે. એવામાં આ સફેદ વાળને સમય રહેતા કાળા કરવા જરૂરી છે.

અહીં તમને નારિયેળ તેલના અમુક ઘરેલુ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી વાળને કાળા કરી શકાય છે. આ ઉપાયોની અસર ધીરે-ધીરે દેખાય છે પરંતુ પ્રભાવ લાંબા સમય સુધી રહે છે અને આ નુસ્ખા સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પણ છે.‌

નારિયેળ તેલ અને મીઠો લીમડા
મીઠા લીમડામાં સફેદ નાળને કાળા કરવાના પ્રાકૃતિક ગુણ હોય છે. વિટામિન બીથી ભરપૂર લીમડો હેર ફોલિકલ્સના કાળા રંગને યથાવત રાખવાનું કામ કરે છે અને વાળને સફેદ થવાથી રોકે છે. તેમાં બીટા-કેરાટિન પણ હોય છે જે વાળને મૂળમાંથી સફેદ થવાથી રોકવામાં કારગર છે.

માટે ઉપયોગ માટે મુઠી ભરીને મીઠો લીમડાના પાન લઈને તેને એક કપ નારિયેળ તેલમાં શેકી લો. જ્યારે પાન કાળા થઈ જાય તો તેલને ગેસ પરથી ઉતારી લો ઠંડુ કરી તેને એક શીશીમાં ભરી લો. આ તેલ તમારે અઠવાડિયામાં 2થી 3 વખત લગાવવાનું રહેશે.

નારિયેળ તેલ અને એલોવેરા
એલોવેરા જેલનો ઉપયોગ ત્વચા અને વાળ પર લાંબા સમયથી કરવામાં આવે છે. જેનું મુખ્ય કારણ તેના અનેક ગુણોથી ભરપૂર હોવાનું છે. વાળને કાળા કરવા માટે એક બાઉલમાં 2 ચમચી નારિયેળ તેલ, 2 ચમચી એલોવેરા જેલ અને 2 ચમચી લીંબુનું તેલ લો અને તેને સારી રીતે મિક્સ કરો. આ માસ્કને વાળના મૂળથી છેડા સુધી લગાવો અને લગભગ અડધા કલાક સુધી માથા પર રાખ્યા બાદ ધોઈ લો. આ માસ્ક અઠવાડિયામાં બે વાર વાપરી શકાય છે.

નારિયેળ તેલ અને મહેંદી
સામાન્ય રીતે વાળમાં મહેંદી લગાવ્યા પછી સફેદ વાળ લાલ થઈ જાય છે. પરંતુ જો તમે આ રીતે મહેંદી લગાવશો તો વાળ સફેદ નહીં પણ કાળા થવા લાગશે. આ માટે એક બાઉલમાં એક ચમચી એલોવેરા જેલ સાથે 2 ચમચી નારિયેળ તેલ અને 2 ચમચી મહેંદી મિક્સ કરો. આ મિશ્રણને મિક્સ કર્યા બાદ 20 થી 25 મિનિટ સુધી વાળમાં રાખો અને માથું ધોઈ લો. જો તમે તેને અઠવાડિયામાં એકવાર પણ લગાવો છો, તો તેની અસર સારી રહેશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow