મિત્રતાની અનોખી કહાની ! બે મહિલાઓ એટલી પાક્કી બહેનપણી હતી કે હંમેશા સાથે રહે એ માટે થઇને એક જ યુવક સાથે કરી લીધા લગ્ન!

મિત્રતાની અનોખી કહાની ! બે મહિલાઓ એટલી પાક્કી બહેનપણી હતી કે હંમેશા સાથે રહે એ માટે થઇને એક જ યુવક સાથે કરી લીધા લગ્ન!

આપણે ઘણી વાર સાંભળ્યું છે કે પ્રેમના આગમનને કારણે મિત્રતામાં તિરાડ પડે છે. આપણે ફિલ્મો અને પુસ્તકોમાં ઘણી વખત જોયું અને વાંચ્યું છે કે પ્રેમ મિત્રને દૂર લઈ જાય છે. પરંતુ દુનિયાએ ભાગ્યે જ એવી મિત્રતા જોઇ હશે, જેને નિભાવવા માટે બે છોકરીઓએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોતાનો પ્રેમ શેર કરવા નથી ઇચ્છતું. પરંતુ આ બંને મહિલાઓએ એક જ છોકરા સાથે ખુશીથી લગ્ન કર્યા છે. તેનું કારણ એ છે કે આ બંને ગાઢ મિત્રો છે. તેમાંથી એકના લગ્ન બાદ બંનેએ અલગ થવું પડ્યું હતું.

આવી સ્થિતિમાં, બંનેએ લગ્ન પછી પણ કાયમ સાથે રહેવા માટે આ રીતે શોધી અને પછી એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ આ બંને મિત્રો એક જ ઘરમાં રહે છે. મિત્રતાની આ અનોખી કણની પાકિસ્તાનના મુઝફ્ફરગઢમાં રહેતા બે મિત્રોની છે. અહીં રહેતી શહનાઝ અને નૂરે એજાઝ નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. એજાઝ પોતાની આજીવિકા માટે સિલાઇકામ કરે છે. ડેઇલી પાકિસ્તાન ગ્લોબલ નામની યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા શહનાઝે જણાવ્યું કે પહેલા તેણે એજાઝ સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ શહનાઝ તેની મિત્ર નૂરથી દૂર થઇ ગઇ હતી. આ દરમિયાન નૂર હંમેશા શહેનાઝના ઘરે જતી હતી પરંતુ બંને પહેલાની જેમ સાથે નહોતા. આવી સ્થિતિમાં નૂરે વિચાર્યું કે તે શહેનાઝના પતિ સાથે લગ્ન કરશે જેથી બંને મિત્રો સાથે રહી શકે. નૂર શહનાઝ સાથે એક જ ઘરમાં રહેવા માંગતી હતી, જેથી તેમની વચ્ચેનું અંતર સમાપ્ત થઇ જાય. જ્યારે નૂરે આ વિશે શહનાઝને જણાવ્યું તો તેને પણ આ યોગ્ય લાગ્યુ. આ પછી તેણે તેના પતિ એજાઝને નૂર સાથે લગ્ન કરવા વિશે પૂછ્યું અને તે રાજી થઈ ગયો.

આ પછી બંને મિત્રો એક જ વ્યક્તિ સાથે લગ્ન કરીને એક જ ઘરમાં ખુશીથી રહે છે. લગ્નથી શહેનાઝને બે બાળકો છે અને નૂરને એક બાળક છે. સમય વીતવા છતાં બંને મિત્રો વચ્ચેનો પ્રેમ એવો જ છે. આ અંગે શહનાઝનું કહેવું છે કે તે પોતાના પતિ સાથે લડી શકે છે પરંતુ નૂર સાથે ક્યારેય નહીં. કારણ કે તે પોતે જ નૂરને તેના ઘરે લાવી છે. ત્યાં નૂર કહે છે કે તેને શહનાઝથી ક્યારેય કોઇ ફરિયાદ નથી. આ ત્રણેય તેમના જીવનમાં ખુશ છે. સાથે જ તેમના પતિ એજાઝ પણ બંને સાથે ખુશીથી જીવી રહ્યા છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow