વાળમાં સ્મૂધનિંગ કરાવવાની ન કરતા ભૂલ, જાણી લો તેનાથી થતા નુકસાન વિશે

વાળમાં સ્મૂધનિંગ કરાવવાની ન કરતા ભૂલ, જાણી લો તેનાથી થતા નુકસાન વિશે

ઘણા લોકો વાળમાં અળગ અલગ હેર ટ્રીટમેન્ટ્સ કરાવે છે. ખાસ કરીને મહિલાઓ. મહિલાઓ વાળને સ્ટ્રેટ અને સિલ્કી બનાવવા માટે વાળમાં હેર સ્મૂધનિંગ કરાવે છે.  

આ એક પ્રકારે કેમિકલ ટ્રીટમેન્ટ છે જે વાળને સીધા અને સિલ્કી કરે છે. હેર સ્મૂધનિંગથી ફ્રિઝી અને ડેમેજ વાળને સીધા અને મુલાયમ કરવામાં આવે છે.

આ ટ્રીટમેન્ટને કરવાથી વાળ એક વર્ષ સુધી સીધા રહે છે. આ વાળની હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે. એવુ એટલા માટે કારણ કે આ ટ્રીટમેન્ટને કરવા માટે વાળ પર અમીનો એસિડની પરત લાગી જાય છે. જ્યાર બાદ વાળને હાઈ હીટ પર સ્ટ્રેટ કરવામાં આવે છે. આમ કરવાથી વાળ મૂળમાંથી કમજોર થઈ જાય છે.

વાળમાં હેર સ્મૂધનિંગ કરવાના નુકસાન
પાતળા થઈ જાય છે વાળ
જો તમે વારંવાર ટ્રીટમેન્ટ વાળમાં હેર સ્મૂધનિંગ કરો છો તો તેનાથી વાળના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. એવું એટલા માટે કારણ કે હેર સ્મૂધનિંગ વખતે ઘણા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે વાળના સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેનાથી વાળ ઉપરથી તો હેલ્ધી દેખાય છે પરંતુ મૂળમાંથી કમજોર થઈ જાય છે અને તેનાથી તૂટલા લાગે છે જેના કારણે વાળ પાતળા થઈ જાય છે.

હેર ફોલની સમસ્યા વધે છે
હેર સ્મૂધનિંગ વખતે વાળ પર કેમિકલની પરત ચઢાવવામાં આવે છે જેનાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે. વાળ પર હિટિંગ અને આયરનિંગના કારણે વાળ કમજોર થઈ જાય છે જેના કારણે વાળમાં હેર ફોલ, બે મોઢા વાળા વાળ અને ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow