ઇરાકમાં યુવતી સાથે ગેરવર્તન!

ઇરાકમાં યુવતી સાથે ગેરવર્તન!

ઈરાકમાં બાઈક રેસિંગ શો દરમિયાન ટોળાએ 17 વર્ષની છોકરીની સાથે ગેરવર્તન કર્યું. હાલ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ભીડે યુવતીના કપડાંને લઈને વાંધો ઉઠાવ્યો હતો. આ મામલે પોલીસે કુલ 16 લોકોની ધરપકડ કરી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા કેટલાક પુરુષો યુવતીને ઘેરી લે છે. પછી તેને ધક્કા મારવા લાગે છે . આ પછી લોકો યુવતીને માર મારવા લાગે છે. એક વ્યક્તિ તેને લાત મારતો પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન યુવતીનો મિત્ર વચ્ચે પડે છે અને તેને બાઇક પર બેસાડી ત્યાંથી લઈ જાય છે.

વાઈરલ થયેલા વીડિયો મુજબ યુવતીએ બ્લેક ટોપ, કાર્ડિગન અને સ્કર્ટ પહેરેલું છે. તે ભીડમાંથી ભાગતી જોવા મળે છે, પરંતુ કેટલાક પુરુષો તેનો પીછો કરતા જોવા મળે છે. તેઓ બૂમો પાડી રહ્યા છે અને તેનો વીડિયો બનાવી રહ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર ધરપકડ કરાયેલા 16 લોકોમાંથી 3 યુવતીનો વીડિયો બનાવી રહ્યા હતા.

સ્થાનિક મીડિયા અનુસાર લોકોનું કહેવું હતું કે છોકરીના કપડાં તેમનું અને બાઈકર્સનું ધ્યાન ભટકાવી રહ્યા હતા. આટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે છોકરીઓએ આવા શોમાં ન આવવું જોઈએ કારણ કે છોકરીઓની હાજરીને કારણે લોકોનું ધ્યાન શોની જગ્યાએ તેમના પર જાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow