મહિષાસુરમર્દિની પૂજાનું મહત્ત્વ

26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શારદીય નવરાત્રિ રહેશે. આ દિવસોમાં દેવીના બધા જ સ્વરૂપોની પૂજા થાય છે. તેમાં સૌથી વધારે ખાસ મહિષાસુરમર્દિની સ્વરૂપની પૂજા થાય છે. આ સ્વરૂપ વીરતાનું પ્રતીક છે. એટલે તેમની પૂજા કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે.
દેવતાઓની શક્તિથી પ્રકટ થઈ મહાદેવી
મહિષાસુરે જ્યારે ધરતી ઉપર આતંક ફેલાવી રાખ્યો હતો ત્યારે બધા દેવતાઓએ પોતાની શક્તિને એકઠી કરી ત્યારે મહાદેવીનું સ્વરૂપ પ્રકટ થયું. શક્તિના આ સ્વરૂપે મહિષાસુરને માર્યો. તે પછી દેવતા, યક્ષ, ગંધર્વ, કિન્નર અને ઋષિઓએ મહિષાસુરમર્દિની સ્વરૂપની પૂજા કરી. ત્યારથી જ દુશ્મનો ઉપર વિજય મેળવવા માટે દેવીના આ સ્વરૂપની પૂજા થવા લાગી.
એક અન્ય કથા પ્રમાણે ભગવાન શ્રીરામજીએ રાવણને મારવા અને જીતવાની ઇચ્છાથી શક્તિની આરાધના કરી હતી. વિદ્વાન જણાવે છે કે દેવર્ષિ નારદે શ્રીરામને નવરાત્રિમાં દેવી પૂજા કરવાની સલાહ આપી હતી. ત્યારે રામજીએ આસો મહિનામાં આવતી શારદીય નવરાત્રિમાં દેવીના મહિષાસુરમર્દિની સ્વરૂપની પૂજા કરી હતી. એટલે તેમને વિજય મળ્યો.