મહિલાઓ અને બાળકોની રસી પણ કોવિન એપ સાથે જોડાશે

મહિલાઓ અને બાળકોની રસી પણ કોવિન એપ સાથે જોડાશે

કોવિડ રસીકરણ માટે તૈયાર કરાયેલી કોવિન એપનો ઉપયોગ હવે દેશમાં થઈ રહેલા રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં કરવામાં આવશે. તેના માટે દેશના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી બે-બે જિલ્લાઓને પસંદગી કરાઈ છે. આ જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટમાં ચલાવવામાં આવશે. તેના માટે આરોગ્ય મંત્રાલય તરફથી નેશનલ ઈમ્યૂનાઈજેશન કાર્યક્રમમાં અપાતી વેક્સિનને કોવિન એપ સાથે જોડવામાં આવી રહી છે.

કોવિન એપના માધ્યમથી અત્યાર સુધી બસો કરોડથી વધુ ડોઝ અપાઈ ચુક્યા છે. હવે આ એપનો ઉપયોગ સગર્ભા મહિલાઓથી લઈ 12થી 13 પ્રકારની બિમારીઓ સામે રક્ષણ માટે બાળકોને અપાતી રસીને પણ તેની સાથે જોડવામાં આવશે. સગર્ભા અને બાળકોને જે રસી અપાશે, તેની સંપૂર્ણ માહિતી કોવિન એપ પર ઉપલબ્ધ હશે.

કોવિન ઉપર રજીસ્ટ્રેશન કરવાની જે રીત હાલ છે, તેવી જ રીતે અન્ય વેક્સિન માટે તેના પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. કોવિન એપ દ્વારા જ્યારે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમને જોડવામાં આવશે, ત્યારે રસી લેનારાઓની વાસ્તવિક સંખ્યા એક પોર્ટલ પર ઉલબ્ધ થશે. જુદા-જુદા પ્લેટફોર્મ પરથી તેની જાણકારી લેવાની જરૂર નહીં પડે.

સાથે જ જો કોઈ રસીની નક્કી કરાયેલી તારીખ પર રસી લેવામાં નથી આવતી, તો તેને કોવિન એપના માધ્યમથી રિમાઈન્ડર પણ મોકલવામાં આવશે. જેનાથી રસી ડ્રોપ આઉટમાં ઘટાડો આવે. અત્યારે 10થી 15 ટકા બાળકો જુદા-જુદા કારણોસર રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સામેલ તમામ રસી નથી લઈ શકતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow