મહેસાણાના આ ગામે એકતાની મિસાલ પેશ કરી, આખા ગામે મળીને ગરીબ પરિવારની દીકરીના ધૂમધામથી લગ્ન કરાવ્યા, પિતા ગામ લોકોનો પ્રેમ જોઈ રડી પડ્યા.…

મહેસાણાના આ ગામે એકતાની મિસાલ પેશ કરી, આખા ગામે મળીને ગરીબ પરિવારની દીકરીના ધૂમધામથી લગ્ન કરાવ્યા, પિતા ગામ લોકોનો પ્રેમ જોઈ રડી પડ્યા.…

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. અમુક વખત આપણી સામે એવા કિસ્સાઓ આવતા હોય છે. જે સાંભળીને આપણે પણ ભાવુક થઈ જતા હોઈએ છીએ અથવા તો આપણી આંખોમાં આંસુ આવી જતા હોય છે.

ત્યારે ઘણા સમય પહેલા મહેસાણામાં બનેલી એક ઘટના સાબિત કરી દેશે કે સમાજમાં હજુ પણ માનવતા જીવતી છે. મહેસાણામાં ગામના લોકોએ મળીને કાંઈક એવું કાર્ય કર્યું કે સાંભળીને તમે પણ વાહ વાહ કરશો. આ કિસ્સો મહેસાણાના કુકસ ગામનો છે. ચેતનભાઇ રાઠોડ નામના વ્યક્તિ આજથી ત્રણ વર્ષ પહેલા મહેસાણામાં આવેલા કુકસ ગામમાં રહેવા માટે આવ્યા હતા.

અહીં ચેતનભાઇ રાઠોડ ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. ચેતનભાઇ રાઠોડ ના પરિવારની પરિસ્થિતિ આર્થિક રીતે ખૂબ જ નબળી હતી. આ કારણસર તેઓ પોતાની દીકરીના લગ્નનો ખર્ચો ઉઠાવી શકતા ન હતા.

દીકરીના લગ્ન નજીક આવતા ગયા અને ચેતનભાઇને ચિંતા થવા લાગી કે દીકરીના લગ્ન હવે તે કેવી રીતે કરશે. મિત્રો ત્યારે ગામના લોકો ચેતનભાઇની મદદ માટે આગળ આવ્યા હતા. ગામમાંથી કોઈકે દીકરીના લગ્નનો મંડપનો ખર્ચો ઉઠાવ્યો તો પહોંચે જમણવારનો ખર્ચો ઉઠાવ્યો અને કોઈકે દીકરીને કરિયાવરમાં તમામ વસ્તુઓ આપી.

આ રીતે ગામના લોકોએ મળીને ગરીબ પરિવારની દીકરીના લગ્ન કરાવ્યા હતા. ગામના લોકોએ મળીને કોઈ સાદા નહીં પરંતુ ધામધૂમથી ગરીબી પરિવારની દીકરીના લગ્ન કરાવ્યા હતા. ગામના લોકોનો પ્રેમ જોઈને ચેતનભાઇ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. રડતા રડતા ત્યારે ચેતનભાઇ જણાવ્યું હતું કે મારી તો એટલી પણ પરિસ્થિતિ ન હતી કે હું દીકરીના લગ્ન કરાવી શકું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow