ઠંડીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, આ કારણે લોકોને મળશે ઠંડીથી આંશિક રાહત

ઠંડીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, આ કારણે લોકોને મળશે ઠંડીથી આંશિક રાહત

રાજ્યમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે.  જોકે હવે ઠંડીને લઈ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે.

ઠંડીને લઇને હવામાન વિભાગની નવી આગાહી

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જોકે હવે હવામાન વિભાગે કહ્યું છે કે, વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે. આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

2 દિવસ તાપમાન કેટલું રહેશે ?

હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ તાપમાન વધી શકે છે. જેમાં અમદાવાદ, ગાંધીનગરમાં દિવસનું તાપમાન 26 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.  મહત્વનું કે, હવામાન વિભાગે 2 દિવસ પહેલા આગાહી કરી હતી કે, ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે.

આજે પણ હાડ થીજવતી ઠંડી

નવા વર્ષના પહેલા દિવસે રાજ્યની ઠંડીમાં થયેલો વધારો હજી પણ યથાવત હતી. જે સવારે પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો હતો. રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું,  જ્યારે અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટમાં 11થી 12 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

આજે સવારે ક્યાં કેટલુ તાપમાન હતું ?

  • નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ડીસામાં 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ગાંધીનગરમાં 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું
  • કંડલામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું
  • અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું
  • વડોદરામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું
  • સુરતમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું
  • વલસાડમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું
  • અમરેલીમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ભાવનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું
  • રાજકોટમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું
  • સુરેન્દ્રનગરમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું
  • મહુવામાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow