રાજ્યનાં 7 શહેરમાં પારો 40 ડિગ્રી પાર

રાજ્યનાં 7 શહેરમાં પારો 40 ડિગ્રી પાર

ફેબ્રુઆરીથી માર્ચ સુધી માવઠાના માર બાદ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગરમી જોર પકડી રહી છે. સોમવારે રાજ્યના 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાયો હતો. જ્યારે 41.0 ડિગ્રી સાથે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ ગરમી પડી હતી. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે 1 માર્ચથી 10 એપ્રિલ દરમિયાન પ્રથમવાર અમદાવાદનું મહત્તમ તાપમાન 9 એપ્રિલે 40.2 ડિગ્રી અને 10 એપ્રિલે 41.0 ડિગ્રી પહોંચ્યું છે. આ પહેલાં વર્ષ 2020માં 5 એપ્રિલે ગરમીનો પારો 40.4 ડિગ્રીએ પહોંચ્યો હતો.

ગરમ સુકા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40.0 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું હતું. ત્યારબાદ ગાંધીનગર-40.5, અમરેલી- 40.4, વડોદરા- 40.2, સુરત અને દાદરા નગર હવેલીમાં 40.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી 12થી 14 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં માવઠાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Read more

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા

By Gujaratnow
સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

ગુરુવારે ઉત્તરપશ્ચિમ સીરિયાના શહેર ઇદલિબમાં એક દારૂગોળાના ડેપોમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકો માર્યા ગયા અને 71 લોકો ઘાયલ થયા. પીડિતોની ગણતરી

By Gujaratnow