મહેસાણા RTOની મેગા ડ્રાઈવ, ટેક્સ નહીં ભરનારા ચેતી જજો

પ્રાપ્ત માહિતી પ્રમાણે મહેસાણામાં આજે RTO દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખો રૂપિયાની રિકવરી કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે જે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને કેળવણીના પાઠ ભણાવવામાં આવતા હોય છે તે યુનિવર્સિટીની બસ જ ટેક્સ ન ભરતી હોવાનું સામે આવ્યું છે.આ બધાની વચ્ચે ગણપત યુનિવર્સિટીની બસ પણ ટેક્સ ભર્યા વગરની ઝડપાઈ હતી. હાલ તો આરટીઓ દ્વારા ડિટેઈન કરી દિધી છે. આ સાથે નવ જેટલા અન્ય વાહનોને પણ ડિટેઈન કર્યા હતા. અને આવતી કાલે ગણપત યુનિવર્સિટીની અન્ય બસની પણ તપાસ હાથ ધરવામાં આવશે.

ડ્રાઈવમાં ૧૮ વાહનો ઝડપાયા, નવ વાહનને કર્યા ડિટેઈન
આજે મહેસાણામાં આરટીઓ દ્વારા યોજાયેલી ડ્રાઈવમાં રૂપિયા 6.5 લાખની રિકવરી કરવામાં આવી હતી. તેમજ મેગા ડ્રાઇવ દરમિયાન ટેક્સ ડિફોલ્ટરના 18 વાહન આરટીઓના ધ્યાને આવતા ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે ટેક્સ નહીં ભરેલા નવ વાહનોને આરટીઓએ ડિટેઈન કર્યા હતા.
કેળવણીના પાઠ ભણાવતી યુનિવર્સિટીની બસ જ ટેક્સ ભર્યા વગર ચાલે છે
આજે મહેસાણા આરટીઓ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વાહનોને ટેક્સ ડિફોલ્ટરના ૧૮ વાહનો ઝડપવામાં આવ્યા હતા જ્યારે નવ જેટલા વાહન ડિટેઈન કરવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ આ બધાની વચ્ચે એક વાત એ સામે આવી હતી કે જે યુનિવર્સિટી વિદ્યાર્થીને કેળવણીના પાઠ ભણાવે છે તેવી ગણપત યુનિવર્સિટીની બસો જ ટેક્સ ભર્યા વગર ચાલતી મહેસાણા આરટીઓના ધ્યાને આવી હતી. હાલ તો આ ટેક્સ ભર્યા વગર ચાલતી બસને ડિટેઈન કરી લીધી છે. જ્યારે આવતીકાલે યુનિવર્સિટીના અન્ય બસની પણ તપાસ કરવામાં આવશે.