મધદરિયે પેસેન્જર જહાજમાં આગ!

રવિવારે બપોરે ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંતમાં તાલિસે ટાપુ નજીક કેએમ બાર્સેલોના નામના પેસેન્જર જહાજમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા હતા.
જહાજમાં 280 મુસાફરો સવાર હતા, જેમાંથી લગભગ 150 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 100થી વધુ લોકો ગુમ છે, તેમની શોધ ચાલુ છે. આગ ઝડપથી ફેલાતી હોવાથી, ઘણા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદી પડ્યા હતા.
સ્થાનિક ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે આગ બપોરે 1:30 વાગ્યાની આસપાસ શરૂ થઈ અને ઝડપથી આખા જહાજમાં ફેલાઈ ગઈ.
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સી, નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
લિકુપાંગ બંદર પર એક કમાન્ડ પોસ્ટ સ્થાપિત કરવામાં આવી છે, જ્યાંથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.