સેન્ડવીચ અને પફમાં મેયોનીઝ ખાવાના શોખીનો ચેતી જજો! શરીરમાં વધી જાય છે આ 5 બિમારીઓનો ખતરો

સેન્ડવીચ અને પફમાં મેયોનીઝ ખાવાના શોખીનો ચેતી જજો! શરીરમાં વધી જાય છે આ 5 બિમારીઓનો ખતરો

મોટાભાગના લોકો મોમોઝ, બર્ગર, સેન્ડવીચ તથા અન્ય ફૂડમાં મેયોનીઝ નાખીને તેનું સેવન કરે છે. અનેક લોકોને મેયોનીઝ વધુ પસંદ હોવાને કારણે તેઓ આ તમામ વસ્તુઓ સાથે મેયોનીઝનું સેવન કરે છે. જ્યારે પણ જંક ફૂડ ખાય છે, ત્યારે મેયોનીઝ તો હોય જ છે. જો તમે પણ વ્હાઈટ ક્રિમી દેખાનાર ચટની અથવા સોસનું સેવન કરો છો, તો તે તમારા શરીર માટે નુકસાનકારક છે. મેયોનીઝથી શરીરને અનેક પ્રકારનું નુકસાન થાય છે, જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

મેયોનીઝ ખાવાથી થતું નુકસાન

  • એક ચમચી મેયોનીઝમાં લગભગ 1 ગ્રામ શુગર હોય છે, સીમિત માત્રામાં મેયોનીઝનું સેવન કરવાથી નુકસાન થતું નથી. વધુ માત્રામાં નિયમિત રીતે શુગરનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ પર અસર થતા BP હાઈ થઈ શકે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે મેયોનીઝ ના ખાવું જોઈએ.
  • મેયોનીઝમાં વધુ માત્રામાં ઓમેગા-6 ફેટી એસિડ્સ હોય છે. વધુ માત્રામાં મેયોનીઝનું સેવન કરવાથી બ્લડ પ્રેશર વધી શકે છે. મેયોનીઝમાં એડેડ ઓઈલ હોય છે. જે લોકોને BPની સમસ્યા હોય તે લોકો મેયોનીઝનું સેવન કરે તો તેમને બ્લડ ક્લોટ, હાર્ટ અટેક અને સ્ટ્રોક થવાનું જોખમ રહે છે.
  • જો તમારું વજન વધી રહ્યું છે, તો મેયોનીઝનું સેવન બિલ્કુલ પણ ના કરવું જોઈએ. મેયોનીઝમાં સૌથી વધુ માત્રામાં કેલરી અને ફેટ હોય છે. નિયમિતરૂપે મેયોનીઝનું સેવન કરવાથી વજન વધતા તમે મેદસ્વીતાનો શિકાર કરી શકો છો. મેયોનીઝ તેલથી બનેલ હોય છે અને તેમાં ઉચ્ચ સ્તરે ફેટ રહેલું હોય છે. એક ચમચી મેયોનીઝમાં 100 કેલરી હોય છે.
  • મેયોનીઝમાં સૌથી વધુ માત્રામાં સેચ્યુરેટેડ ફેટ હોય છે. આ કારણોસર મેયોનીઝનું સૌથી વધુ સેવન કરવાથી હ્રદયરોગની સમસ્યા થઈ શકે છે. નિયમિતરૂપે જંકફૂડની સાથે મેયોનીઝનું સેવન કરવાથી હ્રદયને નુકસાન પહોંચી શકે છે. માઈફૂડડાટાના રિપોર્ટ અનુસાર એક મોટી ચમચી મેયોનીઝમાં 1.6 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ હોય છે. હાઈ સેચ્યુરેટેડ ફેટ ડાયટનું સેવન કરવાથી કોલસ્ટ્રોલનું સ્તર પણ વધી શકે છે. જેના કારણે હ્રદયરોગ થવાના જોખમમાં વધારો થાય છે.
  • મેયોનીઝમાં પ્રિઝર્વેટીવ, આર્ટીફિશિયલ ઈન્ગ્રીડિયન્ટ્સ હોય છે. આ કારણોસર વધુ માત્રામાં મેયોનીઝ ખાવાથી માથાનો દુખાવો, નબળાઈની સમસ્યા થઈ શકે છે. જો તમે પણ આ પ્રકારની ખરાબ અસરથી બચવા માંગો છો તો તમારે બહાર મળતા મેયોનીઝનું સેવન ના કરવું જોઈએ, તમે મેયોનીઝ ઘરે જ બનાવીને તેનું સેવન કરી શકો છો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow