ધો.10માં માસ પ્રમોશન, 6 લાખ વિદ્યાર્થી પ્રથમવાર ધો.12ની બોર્ડની પરીક્ષા આપશે

ધો.10માં માસ પ્રમોશન, 6 લાખ વિદ્યાર્થી પ્રથમવાર ધો.12ની બોર્ડની પરીક્ષા આપશે

શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 14 માર્ચથી લેવાનાર બોર્ડની પરીક્ષાને આડે હવે 29 દિવસ જ બાકી રહ્યા છે. શિક્ષણ બોર્ડ, શાળાઓ અને વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે રાજકોટ સહિત રાજ્યમાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સના કુલ અંદાજિત 6.30 લાખ વિદ્યાર્થી એવા છે.

2023માં ધો.12માં આ વિદ્યાર્થીઓ પહેલી વખત બોર્ડની પરીક્ષા આપશે
જેઓ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપ્યા વિના સીધી જ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપશે. આ તમામ વિદ્યાર્થીઓને પહેલી વખત બોર્ડની પરીક્ષા આપવાનો અનુભવ મળશે. કારણ કે, વર્ષ 2021માં કોરોના મહામારીને કારણે શિક્ષણ બોર્ડે ધોરણ 10ના બોર્ડના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી ન હતી અને માસ પ્રમોશન આપ્યું હતું. આથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવાનો અનુભવ મળ્યો ન હતો. ત્યારબાદ 2022માં ધોરણ 11 અને હવે 2023માં ધો.12માં આ વિદ્યાર્થીઓ પહેલી વખત બોર્ડની પરીક્ષા આપશે.

2023માં અંદાજિત 6.30 લાખ વિદ્યાર્થી જ ધોરણ 12 સુધી પહોંચી શક્યા
બીજી બાજુ કોરોના મહામારી દરમિયાન વર્ષ 2021માં ધોરણ 10માં કુલ 8,57,204 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ તમામ વિદ્યાર્થીઓને ગ્રેડ પ્રમાણે પરિણામ જાહેર કરીને માસ પ્રમોશન અપાયું હતું. ધોરણ 10માં 8,57,204 વિદ્યાર્થીને માસ પ્રમોશન આપી પાસ તો કરી દેવાયા પરંતુ આ વિદ્યાર્થીઓ પૈકી 2023માં અંદાજિત 6.30 લાખ વિદ્યાર્થી જ ધોરણ 12 સુધી પહોંચી શક્યા. બાકીના સવા બે લાખ વિદ્યાર્થીઓએ અન્ય અભ્યાસક્રમ ભણ્યા, કે ડ્રોપ લઇ લીધો તેની વિગતો ઉપલબ્ધ નથી.

આ વર્ષે 14 માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 12ના વિદ્યાર્થીઓ શારીરિકની સાથે સાથે માનસિક રીતે પણ મજબૂત રહે, ચિંતા, હતાશા-નિરાશા જેવી મુશ્કેલીઓ ન આવે તે માટે સાઇકોલોજીના નિષ્ણાતોએ જુદી જુદી પદ્ધતિ આપી છે.બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પરીક્ષાનું પ્રેશર, ચિંતા, આત્મવિશ્વાસની કમી સહિતના મુદ્દે માર્ગદર્શન આપવા હાલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ટીમ શાળાઓમાં કાઉન્સેલિંગ કરી રહી છે.

સ્ટ્રેસ દૂર કરવા આ રહી પદ્ધતિ

પોતાનું મૂલ્યાંકન ટકા આધારિત ન કરો, બીજા સાથે સરખામણી ન કરો

  • ડો.યોગેશ જોગસણ,સાઇકોલોજીના નિષ્ણાત
  • ટાઈમટેબલ બનાવો અને તેને અનુસરો, વાંચવાનો-રમવાનો સમય નક્કી કરો.
  • આક્રમકતા અને ગુસ્સો ઉત્પન્ન કરે તેવા રંગોથી દૂર રહો, તામસી ભોજનથી દૂર રહો.
  • અભ્યાસ સિવાયની અન્ય બાબતોમાં ધ્યાન આપવાનું ટાળો.
  • ભણાવેલી બાબતનું રિવિઝન કરો, રિવિઝન વખતે લખવાની ટેવ પાડો.
  • માત્ર પરીક્ષા પર ફોકસ કરો, હકારાત્મક વિચારો કેળવો, પરિણામની ચિંતા અગાઉથી ન કરો.
  • સમય મળતા ધ્યાન, યોગ કે કસરત જેવી વિશ્રાંતિ પ્રયુક્તિનો ઉપયોગ કરો.
  • પોતાના ઉપર ભરોસો રાખો, સફળતા મેળવવા માટે દૃઢ નિશ્ચય કરો.
  • મોબાઈલ ફોન વિદ્યાર્થીઓને યાદ રાખવાની ક્ષમતામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં વિક્ષેપ ઊભો કરે છે.
  • જે પેપર પૂરું થઇ જાય તેના વિષે વિચાર ન કરો, પેપર સોલ્વ ન કરો.
  • આશા જીવંત રાખો, પોતાની સરખામણી બીજા સાથે ન કરો, બોર્ડની પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા નથી.
  • પોતાનું મૂલ્યાંકન ટકા આધારિત ન કરો.

Read more

જૂનાગઢના ઘેડ પંથકમાં નદીઓના પાણીએ તારાજી સર્જી

જૂનાગઢના ઘેડ પંથકમાં નદીઓના પાણીએ તારાજી સર્જી

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બુધવારે વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે જૂનાગઢના ઘેડ પંથકના ગામડાઓમાં આ વર્ષે પણ જળબંબાકારની સ્થિતિ સર્જા

By Gujaratnow
પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓની ભલામણ?

પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓની ભલામણ?

રમતગમત મંત્રાલયે પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓના નામ સૂચવ્યા છે. આ ખેલાડીઓમાંથી ચાર, મનુ ભાકર, સરબજોત સિંહ, સ્વપ્નિલ કુશલે અને અમન સેહરા

By Gujaratnow
ભારતને ચૂંટણી માટે અમેરિકા તરફથી ભંડોળ મળ્યું ન હતું

ભારતને ચૂંટણી માટે અમેરિકા તરફથી ભંડોળ મળ્યું ન હતું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. ફેબ્રુઆરીમાં તેમણે એમ કહીને હંગામો મચાવ્યો હતો કે અમેરિકાની સહા

By Gujaratnow