બાલાસિનોરની હોટલમાં 45 લોકોનું સામૂહિક ધર્મપરિવર્તન

બાલાસિનોરની હોટલમાં 45 લોકોનું સામૂહિક ધર્મપરિવર્તન

બાલાસિનોરમાં સામૂહિક ધર્મ પરિવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત રવિવારના રોજ પોરબંદર થી આવેલા ધર્મગુરુ દ્વારા નડિયાદ, આણંદ, બાલાસિનોર અને પંચમહાલ જિલ્લામાંથી આવેલા 45 લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યાની વાતે ચકચાર મચી ગઇ છે. જો કે અા અંગે તંત્ર અજાણ હોવાનું બહાર નિર્ણય આવ્યું છે.

બાલાસિનોરમાં આવેલ હોટલ ગાર્ડન પેલેસ ખાતે ગત રવિવારે ધર્મ પરિવર્તન માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોરબંદર થી આવેલા બોદ્ધધર્મના ધર્મગુરુ ભંતે પ્રજ્ઞારત્ન થોરોની હાજરીમાં બાલાસિનોર નગરના રોહિતવાસના 7, મહીસાગર, ખેડા અને પંચમહાલ જિલ્લાના મળી કુલ 45 લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરી લીધું હતું.

ધર્મપરિવર્તન માટે અમે નિયત નમુના ફોર્મમાં મહીસાગર કલેક્ટરને લેખિત અરજીઓ કરી હતી. એક મહિના અગાઉ અમે અરજી કરી હતી. પરંતુ કાયદામાં જોગવાઈ છે કે અરજી કર્યાના એક મહિના સુધી કોઈ જવાબ ન મળે તો અમને પરમિશન મળ્યા બરાબર છે. એટલે અમારે અરજી કર્યાને એક મહિનો થઈ ગયો હોઈ અમે અમારી મરજી મુજબ પરિવર્તન કર્યુ છે. > કમલેશ માયાવંશી, ધર્મ અંગીકાર કરનાર

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow