પ્રેમિકાના મૃતદેહ સાથે લગ્ન,

પ્રેમિકાના મૃતદેહ સાથે લગ્ન,

આસામમાં એક અનોખા લગ્નએ લોકોને ભાવુક કરી નાખ્યા છે. અહીં એક છોકરાએ પ્રેમિકાના મોત બાદ તેના મૃતદેહ સાથે લગ્ને કર્યા છે. લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે છોકરાએ મૃતદેહના માથા પર સિંદુર લગાવ્યું છે. ત્યાર પછી સફેદ માળા પહેરાવી અને તેના તરફથી પણ માળા પોતાના ગળામાં ભરાવી. આ પછી તેણે નમીને તેની ગર્લફ્રેન્ડના કપાળ પર kiss કરી.

પ્રેમિકાના મોત પછી તેની સાથે લગ્ન સુધી જ પ્રેમી રોકાતો નથી. તેણે કસમ પણ ખાધી કે જીવનભર અન્ય કોઈ સાથે લગ્ન નહીં કરે. વીડિયો સાથે જાણકારી મળી છે તે અનુસાર, વીડિયો અસમના મોરીગામનો છે. લગ્ન કરનારનું નામ બિટુપન તમોલી અને તેની ગર્લફ્રેન્ડનું નામ પ્રાર્થના છે.

ઘણા વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા
મોરીગામના રહેવાસી 27 વર્ષીય બિટુપન તમોલી અને ચાપરમુખના કોસુઓ ગામની રહેવાસી 24 વર્ષીય પ્રાથના બોરા એકબીજાને પ્રેમ કરતા હતા. બંને જલ્દી લગ્ન કરવાના હતા, પરંતુ આ દરમિયાન પ્રાર્થના બીમાર પડી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પ્રાર્થનાનું 18 નવેમ્બરે સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રાર્થનાના મૃત્યુ બાદ બિટુપન તેના ઘરે પહોંચ્યો અને તેને તેની પ્રેમિકાના મૃતદેહ સાથે લગ્ન કરવાનું કહ્યું.

લગ્નની વિધિઓ પૂર્ણ કર્યા પછી, બિટુપન તેની પ્રેમીના મૃત શરીરને KISS કરે છે.

પરિવારે રોક્યો, તો પ્રેમીએ કહ્યું- આ તેની છેલ્લી ઈચ્છા હતી
પ્રાર્થનાના મૃત્યુ પછી, જ્યારે બિટુપને તેના મૃત શરીર સાથે લગ્ન કરવાનું કહ્યું, ત્યારે પરિવારે તેમ કરવાની ના પાડી. આના પર બિટુપને કહ્યું કે પ્રાર્થનાની છેલ્લી ઈચ્છા હતી કે તે દુલ્હન બને. તેની જીદ સામે પરિવારે હાર સ્વીકારી લીધી અને પછી પ્રાર્થનાની છેલ્લી વિદાય પહેલા બિટુપને તેની સાથે વિધિપૂર્વક લગ્ન કરી લીધા.

પાર્થનાના ભાઈએ કહ્યું-બહેનની અંતિમ ઈચ્છા પૂરી થઈ
આ લગ્ન પછી પ્રાર્થનાના ભાઈએ કહ્યું, "મારી બહેન ખૂબ નસીબદાર છે. તે બિટુપન સાથે લગ્ન કરવા માગતી હતી. મને ખુશી છે કે, તેણે પોતાની અંતિમ ઈચ્છા પૂરી કરી. આ લગ્ન પછી અંતિમ વિદાય આપતી વખતે બિટુપન ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો."

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow