મનપસંદ પાત્ર સાથે કરવા છે મેરેજ! તો આજે જ અપનાવો ગ્રહદોષ નિવારણના આ સટીક ઉપાય, ફટાફટ થઇ જશે લગ્ન

મનપસંદ પાત્ર સાથે કરવા છે મેરેજ! તો આજે જ અપનાવો ગ્રહદોષ નિવારણના આ સટીક ઉપાય, ફટાફટ થઇ જશે લગ્ન

શું તમારા લગ્નમાં કોઈ અડચણ આવે છે?

દરેક યુવક અને યુવતી ઈચ્છે છે કે તેનો જીવનસાથી તેના મન મુજબ મળે. પરંતુ આ કામના કોઈની જલ્દી પૂરી થાય છે તો કોઈની લાંબા સમય બાદ. એવુ માનવામાં આવે છે કે યોગ્ય સમયે વર અથવા વધૂનુ મળવુ પણ સૌભાગ્ય ગણાય છે.

તમે જોયુ હશે કે કોઈના લગ્ન થવામાં ઘણો સમય લાગે છે અથવા લગ્નમાં કોઈના કોઈ મુશ્કેલી અવશ્ય આવી જાય છે. એવામાં સૌથી વધુ ચિંતા માતા-પિતાને થવા લાગે છે.

જો તમારી સાથે પણ આમ થઇ રહ્યું છે અથવા તમારા પરિવારમાં કોઈના લગ્ન નક્કી થવામાં મોડુ થઇ રહ્યું છે તો જ્યોતિષ મુજબ તમારી કુંડળીમાં ગ્રહ દોષ શક્ય છે. એવામાં જ્યોતિષના આ ઉપાય ખૂબ અસરકારક સાબિત થઇ શકે છે.

સૂર્ય ગ્રહ જ્યારે બને બાધક

જો તમારી કુંડળીમાં સૂર્ય ગ્રહ બાધક બની રહ્યો છે તો પ્રયાસ કરો કે દરરોજ વહેલી સવારે ઉઠીને એક લોટામાં સાફ પાણી લો અને પાણીને સૂર્ય દેવને ચઢાવો. જળ અર્પણ કરતા પહેલા લોટમાં રોટલી, ચોખા, ખાંડ અને ચંદનનુ ચૂર્ણ અવશ્ય નાખો. માન્યતા છે કે આમ કરવાથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે.

જો કુંડળીમાં છે બુધ દોષ

જો તમારી કુંડળીમાં બુધ ગ્રહનો દોષ હોય છે તો તેના કારણે પણ તમારા લગ્નમાં અડચણો આવવા લાગે છે. આ પીડાથી બચવા માટે બુધવારના દિવસે દુર્ગા ચાલિસાનો પાઠ ખૂબ અસરકારક માનવામાં આવે છે. જો આ પાઠ કોઈ કારણસર ના કરી શકો તો 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરો.

જ્યારે કુંડળીમાં હોય શનિ દોષ

જો તમને લાગે છે કે તમારી કુંડળીમાં શનિ દોષ છે, જેના કારણે તમારા લગ્ન કોઈના કોઈ કારણોસર ટળી જાય છે તો એવામાં દર શનિવારે પીપડાના વૃક્ષ પર જળ ચઢાવો. આ ઉપરાંત વૃક્ષની નીચે ચાર મુખવાળો દીવો પ્રગટાવો. એવી માન્યતા છે કે શનિ દોષને દૂર કરવા માટે શિવની આરાધના પણ લાભદાયક હોય છે.

મંગળ ગ્રહ સાથે જોડાયેલા ઉપાય

જો તમારા લગ્નમાં મંગળ ગ્રહ દોષ છે તો કોઈ હનુમાન મંદિરમાં જઇને 21 મંગળવાર સુધી બૂંદીના બે લાડુ, બે મીઠા પાન, લવિંગ અને ઈલાયચી વગેરે લઇને ચઢાવો. આ સિવાય ઓમ ભૌમ ભૌમાય નમ: મંત્રના ઓછામાં ઓછા 108 વખત જાપ કરો. આ સાથે ગાયને રોટલી પર ગોળ રાખીને ખવડાવવાથી લાભ મળે છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow