ભારતીય શહેરોમાં ઘણી મહિલાઓ ઘરમાંથી બહાર નીકળતી નથી

ભારતીય શહેરોમાં ઘણી મહિલાઓ ઘરમાંથી બહાર નીકળતી નથી

ભારતના શહેરી વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં અસુરક્ષાની ભાવના એટલી હદે વધી ગઈ છે કે તેઓ ઘરમાં જ પુરાઇને રહે છે, બિનજરૂરી કામવગર બહાર પણ નથી નિકળી શકતી. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના ટીયુએસ (ટાઇમ યુઝ સર્વે) મુજબ, ભારતના શહેરોમાં 53% એટલે કે અડધાથી વધુ મહિલાઓ તેમના ઘરમાંથી બહાર નીકળતી નથી, જ્યારે 14% પુરુષો પણ આવું જ કરે છે. ઝારખંડની રહેવાસી 19 વર્ષની મનીષા દિલ્હીના એક ઘરમાં ફુલ ટાઈમ મેઇડ છે. તે કહે છે- હું કમાઉં છું, પણ મહિનામાં એક કે બે વાર જ બહાર જાઉં છું. જાહેર રસ્તાઓ પર હું ખુદને સલામત નથી અનુભવતી. જાહેરમાં થતી છેડતીની ઘટનાઓ સામન્ય વાત છે.

આઈઆઇટી દિલ્હીના પ્રોફેસર રાહુલ ગોયલ ટાઇમ ન્યૂઝના આધાર પર મહિલાઓ અને પુરુષોના જીવનમાં તફાવત અંગે સંશોધન કરી રહ્યા છે. તેઓ કહે છે- પરિવારના સભ્યો બાળપણથી જ છોકરીઓને બહાર મોકલવાનું ટાળે છે. તેઓ કહે છે કે 25 થી 44 વર્ષની સ્ત્રીઓ દરરોજ સરેરાશ સાડા આઠ કલાક ઘરના કામકાજ કરે છે, જ્યારે પુરુષો સરેરાશ માત્ર એક કલાક કામ કરે છે. મહિલાઓને ઘરોમાં કેદ રાખવાનું આ પણ એક કારણ છે.

આ ઉંમરના 88% પુરુષો દરરોજ ઘરની બહાર નીકળે છે, જ્યારે માત્ર 38% જ શહેરી મહિલાઓ દરરોજ ઘરની બહાર નીકળતી હોય છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે લગ્ન પછી મહિલાઓની બહાર નીકળવાની તકો ઓછી થાય છે, જ્યારે પુરુષોની તકો વધી જાય છે. નોકરી કરતી મહિલાઓ સિવાય માત્ર 30% મહિલાઓ જ રોજ ઘરની બહાર નીકળે છે.

મહિલાઓનું બહાર ન નીકળવાનું કારણ

  • ભારતમાં લૈંગિક અસમાનતાનું સ્તર ઘણું ઊંચું છે.
  • જાહેર સ્થળોએ મહિલાઓની છેડતીનું પ્રમાણ વધી રહ્યું છે.
  • વર્ક ફોર્સમાં મહિલાઓનો હિસ્સો માત્ર 27% છે.
  • શહેરોમાં પણ સામાજિક પછાતપણું.
  • છોકરીઓની મિત્રતાની સંખ્યામાં સરેરાશ ઘટાડો નોંધાઇ રહ્યો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow