મણિકા એશિયા ટેબલટેનિસના સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય

મણિકા એશિયા ટેબલટેનિસના સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય

ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રા એશિયન ટેબલ ટેનિસની સેમિફાઈનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય બની ગયા છે. તેમણે શુક્રવારે બેંગકોકમાં રમાઈ રહેલી ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેના કીચેન સુ-યૂને 4-3થી હરાવી હતી. હવે સેમિફાઈનલમાં તેમનો મુકાબલો સાઉથ કોરિયાની જીઓન જીહી અને જાપાનની મીમા ઇટોની સામે થશે.

વર્લ્ડ નંબર 44 પર રહેલા મનિકા બત્રાએ વુમન્સ સિંગલ્સમાં મોટો અપસેટ સર્જ્યો હતો. અને સારી રેન્ક ધરાવનાર ખેલાડીને હાર આપી હતી. તેમણે ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર 23ની ચેનને 6-11, 11-6, 11-7, 8-11, 9-11, 11-9થી પરાજય આપ્યો હતો. આની પહેલા, વર્લ્ડ નંબર 7 પર રહેલી ચીનની ચેન જિંગટોંગને હરાવીને અપસેટ સર્જ્યો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow