WPL હરાજીમાં મંધાના સૌથી મોંધી

WPL હરાજીમાં મંધાના સૌથી મોંધી

પહેલી વુમન્સ પ્રીમિયર લીગ (WPL) માટે ખેલાડીઓની હરાજી તેના અંતિમ તબક્કામાં છે. મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલી હરાજીમાં ભારતની ટોપ ઓર્ડર બેટર સ્મૃતિ મંધાના સૌથી મોંઘી વેચાઈ હતી. તેને બેંગલોરે 3.4 કરોડ રૂપિયામાં ખરીદી છે. મંધાના ઉપરાંત એશ્લે ગાર્ડનર અને નતાલી સાયવર બ્રન્ટ પણ 3 કરોડથી વધુમાં વેચાયા હતા.

લગભગ 6 કલાક સુધી ચાલેલી આ હરાજીમાં અત્યાર સુધીમાં 87 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી છે. જેમાં 30 વિદેશી અને 57 ભારતીયોનો સમાવેશ થાય છે. દિલ્હી, ગુજરાત અને બેંગલોરે 18-18 ખેલાડીઓ ખરીદ્યા. જ્યારે યુપીએ સૌથી ઓછા 16 ખેલાડીઓ લીધા હતા. મુંબઈએ પોતાની રેન્કમાં 17 ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો.

હરાજીમાં 59 કરોડ 50 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. મહારાષ્ટ્રની દેવિકા વૈદ્ય ઓપન ઓક્શનમાં 20મી કરોડપતિ બની હતી. ચાર ભારતીય ખેલાડીઓને 2 કરોડથી વધુ રૂપિયા મળ્યા છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow