અમિત શાહ સામે લડી પડ્યાં મમતા બેનરજી અને BSF અધિકારીઓ, બોર્ડર મીટિંગમાં આવું બન્યું

અમિત શાહ સામે લડી પડ્યાં મમતા બેનરજી અને BSF અધિકારીઓ, બોર્ડર મીટિંગમાં આવું બન્યું

કોલકાતામાં સરહદીય વિવાદના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહની એક હાઈ લેવલ બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત પાંચ રાજ્યોના સીએમ અથવા તેમના પ્રતિનિધિ અને બીએસએફના ટોચના અધિકારીઓએ હાજરી આપી હતી પરંતુ આ દરમિયાન ચાલુ મીટિંગમાં મમતા બેનરજી અને બીએસએફના અધિકારીઓ વચ્ચે વિવાદ થયો હતો.

શું બન્યું બેઠકમાં ‌‌

બેઠકમાં મુખ્યમંત્રી બેનર્જીએ સીમા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે બીએસએફ તરફથી કોઈ સહકાર મળ્યો નથી. જે બાદ સીએમ મમતા અને બીએસએફના અધિકારીઓ વચ્ચે વિવાદ થયો હતો. મુખ્યમંત્રી મમતાએ BSFના વ્યાપને 15 કિમીથી વધારીને 30 કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. બેઠકમાં મમતાએ ગૃહમંત્રીની સામે બીએસએફ પર હિંસાનો પણ આરોપ લગાવ્યો હતો તો સામે બીએસએફના અધિકારીઓએ રાજ્ય સરકાર પર સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પૂર્વ ક્ષેત્રમાં બંગાળ એકમાત્ર એવું રાજ્ય છે જે બાંગ્લાદેશ સાથે તેની સરહદ ધરાવે છે. બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળમાં મોટા પાયે ઘૂસણખોરી થઈ રહી છે. કેન્દ્ર સરકાર તરફથી થતી ઘુસણખોરીને રોકવા માટે બીએસએફના વિસ્તારનો વ્યાપ 15 કિમીથી વધારીને 50 કિમી કરવામાં આવ્યો છે આનાથી બીએસએફને વધારે સત્તા મળી છે.

અમિત શાહ શુક્રવારે કોલકાતા પહોંચ્યા ‌‌

આ બેઠકમાં સુરક્ષા, આંતર-રાજ્ય વેપાર, ભારત-બાંગ્લાદેશ સરહદ પર દાણચોરી અને 'કનેક્ટિવિટી' જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભાગ લેવા માટે અમિત શાહ શુક્રવારે  સાંજે કોલકાતા પહોંચ્યા હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow