લાઈફ સ્ટાઈલમાં આજથી જ કરો આ ફેરફાર, નહીંતર નાની ઉંમરમાં દેખાવા લાગશો ઘરડા

લાઈફ સ્ટાઈલમાં આજથી જ કરો આ ફેરફાર, નહીંતર નાની ઉંમરમાં દેખાવા લાગશો ઘરડા

ઉંમર વધતા જીવનનો ઉત્સાહ ઓછો ન થવો જોઈએ

અમે આ આર્ટીકલમાં તમને એવી ભૂલો વિશે જણાવીશું જે લગભગ દરેક માણસ કરે છે. જો તમે આ આદતો છોડી તો તમારું જીવન આનંદમય થશે. શું તમે પણ 30 થી 40 ઉંમરની વચ્ચે છો તો આ અહેવાલ તમારા માટે છે. સામાન્ય રીતે આ ઉંમર થતા લોકો પોતાને ઈગ્નોર કરવાનુ શરૂ કરી દે છે.જીવન પ્રત્યે તેમનુ ઝૂનુન સમાપ્ત થાય છે, જે બિલ્કુલ ખોટુ છે. ઉંમરનો દરેક તબક્કો વ્યક્તિ માટે નવો અનુભવ, નવા પડકારો અને નવી ઈચ્છાઓ લઇને આવે છે. તમારે ઉંમરના દરેક તબક્કામાં પોતાની અંદર જીવનને લઇને ઉત્સાહ ઘટાડવો ન જોઈએ. પરંતુ જીવનના દરેક તબક્કામાં પોતાના જીવનની મજા લેવી જોઈએ.

‌‌બધુ ખબર હોવાની વિચારધારા બદલો

આપણે બધુ માત્ર શાળામાં જ શિખીએ છીએ. આ વિચારધારાથી છૂટકારો મેળવવાની જરૂર છે. તમે પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો છે અને તમારી પાસે ઘણી ડિગ્રીઓ છે તો તેનો અર્થ એ નથી કે તમને દુનિયાનુ બધુ જ્ઞાન મળી ગયુ છે અને હવે તમારે બીજુ કઈ ભણવુ અથવા જાણવાની જરૂર નથી. જ્ઞાનની દુનિયા અંતહીન છે અને તમે કેટલા પણ પ્રયાસ કરી લો તમે આખા જીવનમાં દરેક વસ્તુ શીખી શકશો નહીં. જો તમને બધુ આવડતુ નથી તો તેમાં કોઈ બુરાઈ નથી. પરંતુ તેનાથી તમને દરરોજ નવી વસ્તુઓનુ સંશોધન અને તેને શીખવાની પ્રેરણા મળે છે.‌

એવી નોકરી કરવાથી બચો જે તમને પસંદ નથી

આ વાતથી કોઈ ફરક પડતો નથી કે તમે કેટલા પૈસા કમાવો છો, તમને શું સુવિધાઓ મળી રહી છે અને તમે ત્યાં કેટલા વર્ષોથી કામ કરી રહ્યાં છો. જો તમે પોતાની નોકરીથી નફરત કરો છો તો તમે બધુ પ્રાપ્ત કર્યુ હોવા છતા પણ દુ:ખી રહેશો. નોકરી અથવા કારકિર્દી બદલી ખોટી વાત નથી. મોટા પગાર માટે પોતાની જાતને દોષ આપવાની તુલનામાં તમે જે નોકરીને પ્રેમ કરો છો, તેની જ પસંદગી કરો. ભલે તમને પૈસા ઓછા મળે પરંતુ તે કામ કરવાથી તમે ખુશ રહેશો.

આળસભરી જીવનશૈલી છોડી દો

આપણે આપણા રોજિંદા જીવનનો મોટો સમય બેસતા નિકાળીએ છીએ. પરંતુ 30 વર્ષની ઉંમર પાર કરતી વખતે તમારુ મેટાબોલિઝમ ઓછુ થાય છે. જેના કારણે શેપમાં રહેવુ ખૂબ મુશ્કેલ છે. જો તમે 30ની ઉંમરથી નીચે પણ છો તો પણ અત્યારથી પોતાનો ખ્યાલ રાખવાનુ શરૂ કરી દો. ફીટ ન રહેવાના કારણો ઘણા છે, પરંતુ જ્યારે તમારું વજન વધુ હોય છે તો તમારે સીડી ચઢવામાં મુશ્કેલી થાય છે અને તેનુ કારણ ખરાબ લાઈફસ્ટાઈલ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow