ધોરણ 9 થી 12 ની પ્રિલિમનરી પરીક્ષાને લઈ મોટી અપડેટ, એક્ઝામ તારીખમાં કરાયો ફેરફાર, જાણો કારણ

ધોરણ 9 થી 12 ની પ્રિલિમનરી પરીક્ષાને લઈ મોટી અપડેટ, એક્ઝામ તારીખમાં કરાયો ફેરફાર, જાણો કારણ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરીના રોજ ધોરણ 9 થી 12 ની પ્રિલિમનરી પરીક્ષા લેવાની હતી. જે પ્રિલિમનરી પરીક્ષા 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમ્યાન યોજવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા તે સમયગાળામાં "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ યોજાવાનો હોઈ પરીક્ષા મોડી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

27 જાન્યુઆરીના રોજ યોજાશે "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ
વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરશે.આ વર્ષે પરીક્ષા પે ચર્ચા 27 જાન્યુઆરી 2023 નાં રોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાશે. વર્ષ 2018 માં પહેલીવાર વડાપ્રધાન દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. ત્યારે દર વર્ષે વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચાના માધ્યમથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરે છે.

પુસ્તકોમાં જે વાંચીએ છીએ તે સરળતાથી રમતમના મેદાનમાંથી શીખી શકાય-વડાપ્રધાન
ગત વર્ષે વડાપ્રધાને કહ્યું કે, 'રમ્યા વિના કોઈ ખીલી શકતું નથી. આપણે આપણા વિરોધીઓના પડકારોનો સામનો કરતા શીખીએ છીએ. આપણે પુસ્તકોમાં જે વાંચીએ છીએ તે રમતના મેદાનમાંથી સરળતાથી શીખી શકાય છે. જો કે, અત્યાર સુધી રમતગમતને શિક્ષણથી અલગ રાખવામાં આવતી હતી. પરંતુ હવે પરિવર્તન આવી રહ્યું છે અને વધુ ફેરફારો ટૂંક સમયમાં આવવાના છે.'

તણાવમાંથી કેવી રીતે બહાર આવવું?
ગત વર્ષે PM મોદીએ કહ્યું કે, 'તમે જે જાણો છો તેમાં આત્મવિશ્વાસ રાખો અને બીજાની દેખાદેખી કરવાને બદલે સહજ રીતે પોતાનો રૂટીન ચાલુ રાખો. ઉત્સાહપૂર્વક પરીક્ષામાં સામેલ થાઓ.'

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow