પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના, 25નાં મોત

પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના, 25નાં મોત

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નબાવશાહ જિલ્લામાં રવિવારે બપોરે એક ટ્રેન દુર્ઘટનામાં 25 લોકોનાં મોત થયાં છે. જ્યારે 163થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી 31ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ કરાચીથી રાવલપિંડી જઈ રહેલી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ મુજબ- દુર્ઘટનામાં ટ્રેનના કેટલાક કોચ પણ પલટી ગયા હતા અને નજીક આવેલા એક તળાવમાં પડ્યા હતા. અત્યાર સુધીમાં 25 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 31 લોકો ગંભીર રીતે ઘાયલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર - ભારે વરસાદને કારણે ટ્રેકને નુકસાન થયું હતું અને તેના કારણે આ અકસ્માત થયો હતો.

લાહોરમાં મીડિયા સાથે વાત કરતા રેલવે અને ઉડ્ડયન મંત્રી ખ્વાજા સાદ રફીકે કહ્યું કે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે 25 લોકોનાં મોત થયાં હતાં અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. હાલમાં ઈજાગ્રસ્તોના જીવ બચાવવાની પ્રાથમિકતા છે. આ પછી ઘટનાની તપાસ કરવામાં આવશે.

અહેવાલો અનુસાર ઘાયલોને નવાબશાહની પીપલ્સ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેન પાટા પરથી ઊતરી જવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માત બાદ નજીકની હોસ્પિટલોમાં ઈમર્જન્સી પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની મીડિયાએ પાકિસ્તાન રેલવેના ડિવિઝનલ સુપરિન્ટેન્ડેન્ટ સુક્કુર મોહમ્મદુર રહેમાનને ટાંકીને જણાવ્યું છે કે ટ્રેનનાં 10 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા છે. પોલીસનું કહેવું છે કે ટ્રેનમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. નજીકની હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow