પેપર લીકની ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા સિસ્ટમમાં મોટો ફેરફાર, હવેથી કૉલેજના વોટરમાર્ક સાથે કરાશે પેપરોનું વિતરણ

પેપર લીકની ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા સિસ્ટમમાં મોટો ફેરફાર, હવેથી કૉલેજના વોટરમાર્ક સાથે કરાશે પેપરોનું વિતરણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક બાદ પરીક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. બહુચર્ચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીપેપર લીક કાંડ બાદ હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ હવે આગામી 9 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષામાં વોટરમાર્ક સાથે પેપરનું વિતરણ થશે. આ સાથે હવેથી ઈ-મેઈલ દ્વારા પ્રશ્નપત્ર મોકલવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, તાજેતરમાં પેપર લીક કાંડ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચર્ચામાં આવ્યા બાદ હવે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ પરીક્ષાના એક દિવસ પહેલા જ પેપરની કોપી ફરતી થઈ હતી. જે બાદમાં હવે પેપર લીકની ઘટનાઓ અટકાવવા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક નહીં થાય તેવો દાવો કરવામાં આવ્યો છે.

જાણો શું હતી પેપર લીકની સમગ્ર ઘટના ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત કોલેજોમાં પણ પેપર પહોંચી ગયા હતા. આથી હોબાળા બાદ બન્ને પરીક્ષાના પેપરો માર્કેટમાં પહોંચવા અંગે તપાસ હાથ ધરાઇ હતી. જોકે આ ઘટનાની જાણ થતા જ પરીક્ષા નિયામક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પેપર ફોડનાર સામે ફરિયાદ પણ દાખલ કરાવાઇ હતી. પરીક્ષાના એક દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્રો પર પેપરો મોકલાય છે. 13 ઓક્ટોબરે લેવાનારી પરીક્ષાના પેપરની કોપી 12 ઓક્ટોબરે ફરતી થઈ ગઇ હતી. ખાનગી કોલેજોના સંચાલકો રાતે જ વિદ્યાર્થીઓ પાસે પેપર લખાવતા હોવાની ચર્ચા સામે આવી હતી. જોકે પરીક્ષા નિયામકે ઘટના બાદ તાત્કાલિક પેપરો રદ કરાવ્યા હતા. તદુપરાંત પેપરલીકની આ ઘટના બાદ અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્યમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનો પેપર લીકની ઘટનાઓને પગલે રોડ પર ઉતરી આવ્યા હતા. પેપર લીક મામલે રાજકારણ પણ તેજ થઇ ગયું હતું.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow