50 કિલોથી વધુના 3 માસ જૂના ઓર્ડર પૂરા કરવા રાજકોટના મહાજનોને જૂનું સોનું ઓગાળવું પડ્યું

50 કિલોથી વધુના 3 માસ જૂના ઓર્ડર પૂરા કરવા રાજકોટના મહાજનોને જૂનું સોનું ઓગાળવું પડ્યું

કેન્દ્ર સરકારે બજેટમાં સોના પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી છે, પરંતુ ગ્રીન સેસ વધારી દેતા સોનામાં જૈસે થીની પરિસ્થિતિ સર્જાઈ છે. જાન્યુઆરી માસમાં બજેટમાં રાહત મળશે. તેવી અપેક્ષા સૌ કોઇને હતી. આથી, નવી ખરીદી વેપારીઓ તરફ અટકી હતી.

એટલે બજારમાં સુસ્ત માહોલ હતો. લાંબા ગાળાના જે ઓર્ડર મળ્યા તે પૂરા કરવા નવું સોનું ખરીદવાનું જે તે સમયે ટાળ્યું હતું, પરંતુ બજેટમાં પરિસ્થિતિ ઊલટી થઇ. ઈમ્પોર્ટ ડ્યૂટી તો ઘટાડી દીધી પરંતુ સેસ વધારી દીધી એટલે સોના પરના દર યથાવત્ રહ્યા.

હવે ભાવ વધશે તેવી માનસિકતાએ વેપારી અને ગ્રાહકો બન્નેમાં ડિમાન્ડ નીકળી. એટલે બજારમાં લાવ-લાવ થયું. બજેટની અસરને કારણે 100 ગ્રામે સોનાની ખરીદી જે બિલથી થાય છે તેમાં રૂ.20 હજારનો તફાવત જોવા મળ્યો છે. અગાઉ જે ઓર્ડર મળ્યા છે. તેનું પેમેન્ટ જે કિસ્સામાં પૂરેપૂરું ચૂકવાઇ ગયું છે. તેવા કિસ્સામાં ભાવવધારાથી બચવા માટે જૂના દાગીના ઓગાળીને તેને નવો ઘાટ આપવાનું પ્રમાણ વેપારીઓમાં વધશે. તેમ જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના પ્રમુખ જગદીશભાઈ સોની જણાવી રહ્યા છે.

ટ્રેડ શોમાં જે ઓર્ડર મળ્યા હતા, તેમાં 50 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે
જાન્યુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ- વિદેશથી કરોડો રૂપિયાના ઓર્ડર રાજકોટની સોની બજારને મળ્યા હતા. આ ઓર્ડરથી માર્કેટને નવજીવન મળશે તેવી સૌ કોઈને આશા હતી, પરંતુ જે બજેટમાં સોના પર ગ્રીન સેસ લાગુ કરવાથી તેના ભાવમાં કોઈ ફેરફાર ન આવ્યો તેની અસર એ આવી કે, ટ્રેડ શોમાં જે ઓર્ડર મળ્યા હતા તે તમામે તમામ ઓર્ડર એકસાથે પૂરા કરવાને બદલે હાલમાં બે તબક્કામાં પૂરા કરવાનું વેપારીઓ વધુ પસંદ કરી રહ્યા છે.

એટલે દાખલા તરીકે એક વેપારીને 10 કિલો સોનાનો ઓર્ડર મળ્યો છે તો તેને માત્ર 5 કિલો સોનામાંથી જ દાગીના બનાવવા માટેનું જણાવ્યું છે. જ્યારે બાકીના 5 કિલો સોનાના દાગીનાના ઓર્ડર પૂરા કરવા તે વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવે છે. સામાન્ય રીતે અત્યારે લગ્ન સિઝન ચાલતી હોય છે.

જેને કારણે ખરીદીનું પ્રમાણ વધારે રહેતું હોય છે. તેવા સમયે જ બજેટને કારણે જે કાંઇ અસર આવી તેનાથી સૌ કોઈની ધારણા ખોટી સાબિત થઈ હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના મેમ્બર પરેશભાઇ આડેસરા જણાવે છે. વધુમાં વેપારીઓના જણાવ્યાનુસાર ગ્રીન સેસનો ફાયદો નિકાસકારોને મળશે. સૌરાષ્ટ્રમાં નિકાસકારો બહુ ઓછી સંખ્યામાં જોવા મળે છે. આમ, બજેટમાં બહુ ફાયદો થયો નથી.

ભવિષ્યમાં આવી અસરો આવવાની સંભાવના

  • દાણચોરીને વધુ પ્રોત્સાહન મળશે.
  • લોકો બિલ વગરના સોનાના દાગીના ખરીદવાનો આગ્રહ વધુ રાખશે.
  • જો બિલથી ખરીદી થશે તો તેનું પ્રમાણ માત્ર 40 ટકા સુધી જ રહેશે.
  • લોકો ફિક્સ બજેટ રાખતા થઈ જશે. ખાસ કરીને મધ્યમ વર્ગમાં આ પ્રમાણ વધશે.

રાજકોટમાં રોજ 50થી 60 કિલો ચાંદીના ઘરેણાં, ભેટ વસ્તુઓનું કામકાજ થાય છે
રાજકોટમાં સોની બજારની સાથે સાથે ચાંદી બજારની પણ ચમક વધારે જોવા મળે છે. એકલા માત્ર રાજકોટની જ વાત કરીએ તો દૈનિક 50થી 60 કિલો કામકાજ ચાંદીમાં થાય છે. અહીં પૂજાના વાસણોથી લઈને લગ્ન પ્રસંગમાં પહેરી શકાય તેવા પ્રકારના ચાંદીના ઘરેણાં બને છે. આ સિવાય સોનામાં પણ એટલું જ કામકાજ રહે છે. જોકે હવે બચત માટેની જે ચાંદી હશે તેની જ ખરીદી વધશે. જ્યારે ભેટમાં આપવા માટે જે કાંઇ ચાંદી ખરીદી થતી હતી તેનું પ્રમાણ ઘટી જશે. રાજકોટની ચાંદી બજારમાં મોટા -મોટા મંદિરો, લગ્ન પ્રસંગમાં ભેટમાં આપવા માટે દાગીનાથી લઈને વિવિધ વસ્તુ વગેરે બનાવાય છે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow