આટકોટમાં ભૂમાફિયાઓ ફરી સક્રિય, બેફામ ચોરી છતાં તંત્ર ચુપ

આટકોટમાં ભૂમાફિયાઓ ફરી સક્રિય, બેફામ ચોરી છતાં તંત્ર ચુપ

આટકોટમાં ભુ માફિયાઓ ફરી સક્રિય થયા છે અને એક જગ્યાએ જ્યાં ખનીજ ચોરી પર રોક લાગે ત્યાં બીજી જગ્યાએ બેફામ ખનીજ ખનન ચાલુ થઇ જાય છે અને દિવસ રાત ભારે વાહનોની અવરજવરનો ધમધમાટ શરૂ થઇ જવા છતાં કોઇ પગલાં ન લેવાતાં ખાણ ખનીજ ખાતાની કાર્યવાહી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે.

આટકોટમાં કૈલાસનગર વિસ્તારમાં બેલાણમાં ખનીજ ચોરી બંધ થઈ ત્યાં ફરી એકવાર ભાદર નદીમાં ટાસ ની ચોરી બેફામ ચાલુ છે. છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. સરકાર દ્વારા ખનીજ ચોરી પર રોક લગાવાઇ છે, પણ અહીં તો દિવસે અને રાત્રે બે ફામ ખનીજ ચોરી ચાલુ છે.

વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. ખનીજ શાખામાંથી પણ કોઈ અધિકારી ડોકાતા નથી. ભાદર નદીમાં તેમજ બુઢણપરી નદી પર હવે ખનીજ ચોરી ચાલુ છે, દિવસે તો ઠીક રાત્રે પણ વાહનોનો ધમધમાટ ચાલુ રહે છે. આટકોટ ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન છે. અગાઉ પણ અહીં ખનીજ ચોરી અટકાવવામાં આવી હતી પણ હવે ફરી બે દિવસથી ધમધમાટ શરૂ થયો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે, મામલતદાર પગલાં ભરશે કે ટીડીઓ પગલાં લેશે? એ જોવાનું રહ્યું. ભેલાણમાં ચાલતી ઘણી ખનીજ ચોરી પછી બંધ થઇ, ત્યાં હવે ખનીજ ચોરોએ નવી જગ્યાએ ખનીજ ચોરી ચાલુ કરી છે. જેસીબી મશીન ટ્રેક્ટર સાથે બે દિવસથી આંટાફેરા ચાલુ છે. ભાદર નદીમાં ખોદકામ ચાલુ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow