મેડન ફાર્માનો કફ સિરપ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો, તેમાં ભેળસેળ નથી- સરકારે કંપનીને આપી ક્લિનચીટ

મેડન ફાર્માનો કફ સિરપ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો, તેમાં ભેળસેળ નથી- સરકારે કંપનીને આપી ક્લિનચીટ

દિલ્હી:  ગામ્બિયામાં ભારતીય કંપની દ્વારા બનાવેલ કફ સીરપ પીવાથી 70 બાળકોનાં મૃત્યુ મુદે કેન્દ્ર સરકારે મોટી માહિતી આપી છે. કેન્દ્ર સરકારે આ કફસીરપ બનાવતી ભારતીય કંપની મેડન ફાર્માને ક્લીનચીટ આપી દીધેલ છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે કહ્યું કે મેડન ફાર્માનું સીરપ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું છે અને તેમાં કોઇપણ પ્રકારની ભેળસેળ નથી મળી આવી.

આફ્રિકામાં 70 બાળકોનું કફ સીરપથી થયું હતું મોત
મેડન ફાર્મા પર એ સમયે પ્રશ્નો ઉઠ્યાં હતાં જ્યારે આફ્રિકાનાં ગેમ્બિયામાં આ કંપનીની કફ સીરપ પીવાથી 70 બાળકોનું મોત થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે આ મુદે મોટો ખુલાસો રાજ્યસભામાં કરેલ છે જેમાં મેડન ફાર્માને ક્લિનચીટ આપી દેવાઇ છે.

ઘટના બાદ ભારતમાં રચાઇ સ્પેશિયલ કમિટી
ગામ્બિયામાં થયેલ બાળકોનાં મોત બાદ કેન્દ્ર સરકારનાં સ્વાસ્થ્ય મંત્રાલયે ડો.વાઇ.કે.ગુપ્તાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી. ચાર સદસ્યોની આ સમિતિમાં આરોગ્ય સંબંધિત સ્થાઇ રાષ્ટ્રીય સમિતિનાં ઉપાધ્યક્ષ ડો.વાઇ.કે.ગુપ્તા, પુને સ્થિત રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન વિભાગનાં ડો. પ્રજ્ઞા યાદવ, નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય  રોગ નિયંત્રણ કેન્દ્રનાં મહામારી વિજ્ઞાન વિભાગનાં ડો. આરતી બહલ અને  CDSCOનાં એ.કે.પ્રધાન સમાવિષ્ટ છે. ભારતમાં બનેલ 4 કફ સીરપથી ગામ્બિયામાં સંભવત:  66 જેટલા બાળકોનાં મોત મામલે WHO માટે ઘટનાનું રિપોર્ટ અને તપાસ માટે સરકારને 4 લોકોની વિશિષ્ટ કમિટી બનાવવા માટે જણાવાયું હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow