મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો



ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા

રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૧૧મી જાન્યુઆરીએ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે "વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ"નો થશે. આ સ્થળ પર પહોંચવા માટે વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શક સૂચનાઓજાહેર કરવામાં આવી છે.

જે મુજબ, અમદાવાદ તથા રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (હીરાસર)થી આવતા લોકો બેડી ચોકડી, રાજકોટ-મોરબી હાઈવે થઈને સ્થળ સુધી પહોંચી શકશે.

જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર તરફથી આવતા લોકો રાજકોટ બાયપાસ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી થઈને બેડી ચોકડી થઈને સ્થળ સુધી પહોંચી શકશે.

જામનગર તરફથી આવતા લોકો જામનગર રોડથી માધાપર ચોકડી થઈ બેડી ચોકડી થઈને રાજકોટ-મોરબી હાઇવે થઈને કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી શકશે.

વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ દરમિયાન વાહન-વ્યવહાર સુચારુ રીતે જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનરશ્રી તથા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામા મારફત વાહનોને પ્રવેશબંધી તથા વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યા છે.

શહેર પોલીસ કમિશનરશ્રીના જાહેરનામા મુજબ, ચાર માર્ગો પર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાયો છે. તેની સામે વૈકલ્પિક રુટ જાહેર કરાયા છે.

(૧) જામનગર રોડથી, માધાપર ચોકડીથી, બેડી ચોકડીથી, મોરબી હાઈવે, મારવાડી યુનિવર્સિટી સુધી ભારે વાહનો માટે ઘંટેશ્વર ટી પોઇન્ટથી પ્રવેશબંધી રહેશે.

માધાપર ચોકડી
  • વૈકલ્પિક રૂટ: આ રૂટના ભારે વાહનો ઘંટેશ્વર ટી પોઇન્ટથી, નવા રીંગ રોડથી, કોસ્મો ચોકડીથી, પાટીદાર ચોકથી, ૮૦ ફૂટ રોડથી, પુનિત નગર પાણીના ટાંકાથી, ગોંડલ ચોકડીથી અમદાવાદ હાઈવે તરફ જઈ શકશે.

(૨) મોરબી હાઇવે, રાજકોટ શહેરની હદથી, મારવાડી યુનિવર્સિટીથી બેડી ચોકડી સુધી તમામ ભારે વાહનો માટે પ્રવેશબંધી રહેશે.

  • વૈકલ્પિક રૂટ: આ રૂટના વાહનો મોરબી હાઇવે પર મીતાણા ચોકડીથી અમરસર ફાટક (વાંકાનેર)થી સિંધાવદર ગામથી કુવાડવા ગામથી અમદાવાદ હાઈવે તથા રાજકોટ શહેર તરફ જઈ શકશે.

(૩) ગ્રીનલેન્ડ ચોકડીથી બેડી ચોકડી તરફ જતા તમામ ભારે વાહનો માટે ગ્રીનલેન્ડ ચોકડીથી પ્રવેશબંધી રહેશે.

ગ્રીનલેન્ડ ચોકડી
  • વૈકલ્પિક રૂટ: અમદાવાદ હાઈવે કુવાડવા ગામ વાંકાનેર ચોકડીથી સિંધાવદર ગામથી, અમરસર ફાટક વાંકાનેરથી મીતાણા ચોકડીથી મોરબી તરફ જઈ શકાશે.

(૪) માલિયાસણ ટી પોઇન્ટ નેશનલ હાઇવેથી બેડી ચોકડી તરફ જતા તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રવેશબંધી રહેશે.

  • વૈકલ્પિક રૂટ: સાત હનુમાન ઓવરબ્રિજથી, જુના કુવાડવા પોલીસ સ્ટેશનથી, ગ્રીનલેન્ડ ઓવરબ્રિજથી, ગોંડલ ચોકડીથી, પુનિતનગર પાણીના ટાંકાથી, ૮૦ ફૂટ રોડથી, પાટીદાર ચોકથી, નવા રીંગરોડથી ઘંટેશ્વર ટી પોઇન્ટથી જામનગર તરફ જઈ શકાશે.
    જ્યારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.કે. મુછાર દ્વારા જામનગરથી રાજકોટ પ્રવેશતા તમામ ભારે વાહનોને ડાયવર્ટ કરવા માટે વૈલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગરથી રાજકોટ પ્રવેશતા ભારે વાહનોએ જામનગર તરફથી પડધરી - મૌવૈયા સર્કલથી ડાઈવર્ટ થઈને પડધરી - નેકનામ - મિતાણા થઈને રાજકોટ તરફ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર વૈકલ્પિક રસ્તા પરથી દરેક પ્રકારના વાહનો આવન જાવન કરી શકશે.

Read more

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow
અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ બુધવારે જે રશિયન જહાજ મેરિનેરાને પકડ્યું હતું, તેના પર ત્રણ ભારતીય નાગરિકો પણ સવાર હતા. આ માહિતી રશિયન ન્યૂઝ એજન્સી રશિયા ટુડે

By Gujaratnow