ક્રૂડના નીચા ભાવોથી OMCની નફાકારકતામાં વૃદ્ધિ થશે: મૂડીઝ

ક્રૂડના નીચા ભાવોથી OMCની નફાકારકતામાં વૃદ્ધિ થશે: મૂડીઝ

રાજ્ય હસ્તકની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઇંધણની ઓછી કિંમતો છતાં પણ ઓછી આવક નોંધાવશે જેનું કારણ પહેલા છ મહિના દરમિયાન કંપનીઓ દ્વારા કિંમતોને યથાવત્ રાખવાનું છે.

મૂડીઝ અનુસાર આર્થિક મંદીની ચિંતાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થયો છે ત્યારે IOC, BPCL, HPCL જેવી રાજ્ય હસ્તકની કંપનીઓની ખોટમાં કેટલાક અંશે ઘટાડો થયો છે. જો કે પહેલા છ મહિના દરમિયાન માર્કેટમાં ખોટને કારણે 31 માર્ચ, 2023 દરમિયાન પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન આવકમાં ઘટાડો જોવા મળશે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કિંમતો પર કોઇ વધારો કર્યો ન હતો. જેને કારણે એપ્રિલ-સપ્ટેમ્બર, 2022 દરમિયાન કંપનીઓને સંયુક્તપણે કુલ રૂ.21,000 કરોડની ખોટ સહન કરવાનો વારો આવ્યો હતો. તદુપરાંત, રૂપિયા સામે ડોલરની મજબૂતિને કારણે પણ ઓઇલની કિંમતોને અસર થવાને કારણે પણ નફા પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow