લોર્ડ્સમાં બીજા દિવસે ખૂબ જ ધીમી રમત રમાઈ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટનો બીજો દિવસ બરાબરી પર રહ્યો છે. શુક્રવારે મેચના બીજા દિવસના અંત સુધીમાં, ભારતે પ્રથમ ઇનિંગમાં 3 વિકેટે 145 રન બનાવ્યા છે. કેએલ રાહુલ 53 અને રિષભ પંત 19 રન બનાવીને અણનમ રહ્યા. બંનેએ ચોથી વિકેટ માટે 61 બોલમાં 38* રનની ભાગીદારી નોંધાવી છે.
ઓપનર યશસ્વી જયસ્વાલ 13 રન, કરુણ નાયર 40 રન અને કેપ્ટન શુભમન ગિલ 16 રન બનાવીને આઉટ થયા હતા. 4 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી રહેલા જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ અને ક્રિસ વોક્સે એક-એક વિકેટ લીધી છે.
ઇંગ્લેન્ડે 251/4 ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. લંચ પહેલાં, ટીમે 271 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી, જેમી સ્મિથ (51 રન) અને બ્રાયડન કાર્સે (56 રન)એ આઠમી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી અને સ્કોર 350 રનને પાર પહોંચાડ્યો.
પહેલા દિવસે 99 રને અણનમ રહેલા જો રૂટે 104 રન બનાવ્યા. તેને જસપ્રીત બુમરાહે બોલ્ડ કર્યો. બુમરાહએ ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી. આ સિરીઝમાં આ બીજી વખત અને તેની કારકિર્દીમાં 15મી વખત છે જ્યારે તેણે ઇનિંગ્સમાં 5 વિકેટ હૉલ લીધી છે. તેણે જોફ્રા આર્ચર, ક્રિસ વોક્સ, જો રૂટ, બેન સ્ટોક્સ અને હેરી બ્રુકને પણ આઉટ કર્યા.