ભારતમાં લોજિસ્ટિક્સ ચીન કરતા બમણું મોંઘું

ભારતમાં લોજિસ્ટિક્સ ચીન કરતા બમણું મોંઘું

યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ હેડ અતુલ કેશપ ભાસ્કર જૂથ સાથેની વાતચીતમાં કહ્યું છે કે ભારતને પણ ચીનની જેમ જ લોજિસ્ટિક્સ સસ્તા જોઇએ. તેના કારણે અમેરિકાની સાથે બિઝનેસ વધશે. ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે કામ કરી ચુકેલા અતુલ મુળ પંજાબનાં છે. કેશપે કહ્યું છે કે ભારતે કેટલીક અડચણોને દૂર કરવામાં સફળતા હાંસલ કરી છે. પરંતુ આજે પણ કેટલીક વેપારી અડચણો છે. જેમ કે ભારતમાં લોજિસ્ટિક્સ હજુ પણ મોંઘા છે. ચીનની પાસે એક વિકસિત મૂળભૂત માળખુ છે. આવુ એટલા માટે છે કેમ કે ચીનમાં કોમ્યુનિસ્ટ સરકાર છે. સરકાર આદેશ આપે છે અને કામ થઇ જાય છે. પરંતુ ભારત જેવા લોકશાહી દેશમાં લોકોના જુદા જુદા અભિપ્રાય છે.

બીજી બાબત એ છે કે અમેરિકામાં હવે જ્યારે પણ બિઝનેસ વિવાદ થાય છે ત્યારે કોર્ટ ઝડપથી આ વિવાદોનો ઉકેલ લાવવાનાં પ્રયાસ કરે છે. તેઓ ભારતના ન્યાયતંત્ર અથવા તો જજ પર સવાલ કરી રહ્યા નથી. પરંતુ એટલુ કહેવા માંગે છે કે કંપનીઓના વિવાદોને વહેલી તકે ઉકેલાય તો રોકાણકારોનો વિશ્વાસ વધશે. ભારત સરકારના આર્થિક સુધારાના પ્રયાસ છતાં અમેરિકી નિકાસકારોને ટૈરિફ અને બિન ટેરિફ અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow