ઈસ્લામાબાદમાં લગાવાયું લૉકડાઉન, પાકિસ્તાનના અનેક શહેરોમાં ભારેલો અગ્નિ-સરકાર ગભરાઈ

ઈસ્લામાબાદમાં લગાવાયું લૉકડાઉન, પાકિસ્તાનના અનેક શહેરોમાં ભારેલો અગ્નિ-સરકાર ગભરાઈ

પાકિસ્તાનમાં સતત બગડતી પરિસ્થિતિના કારણે શાહબાઝ શરીફ સરકાર સખત ગભરાઈ છે અને આખા દેશમાં સતત પરિસ્થિતિ બગડી રહી છે, જેને જોતાં હવે ઈસ્લામાબાદમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.

શું છે સમગ્ર મામલો
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર કરવામાં આવેલ હુમલા મામલે સમગ્ર દેશમાં પરિસ્થિતિ ભયંકર થઈ ગઈ છે. હજુ પરિસ્થિતિ ગૃહયુદ્ધ જેવી થઈ જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.  ઈમરાન ખાન પાકિસ્તાનની હાલની સરકાર તથા સેના બંને પર આકરા પ્રહારો કરી રહ્યા છે, તેમની સરકાર પાડવામાં આવી ત્યારથી જ તેઓ આક્રમક થઈ ગયા છે ત્યારે ગઇકાલે એક સભા દરમિયાન તેમના પર ફાયરિંગ કરીને હુમલો કરવામાં આવ્યો જેમાં ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

હવે આગળ શું?
ઈમરાન ખાન પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પોતાના માટે માહોલ તૈયાર કરવા માટે સતત આ પ્રકારની જનસભા કરી રહ્યા હતા પણ બાદમાં તેમના પર ચૂંટણી લડવા પર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો જે બાદ પરિસ્થિતિ વધારે બગડી અને હવે આ પ્રકારે હુમલા બાદ તો પરિસ્થિતિ સરકારના હાથમાંથી નીકળતી હોય તેવું દેખાઈ રહ્યું છે. સૌથી મોટી આશંકા એ છે કે શું શાહબાઝ શરીફની સરકાર આ બગડતી પરિસ્થિતિને સંભાળી શકશે કે નહીં?

શું સેનાને સોંપાશે કમાન?
વર્તમાન પરિસ્થિતિને જોતાં એવું પણ બની શકે છે કે દેશની સત્તા સેના પોતાના હાથમાં લઈ લે. પાકિસ્તાનમાં માર્શલ લૉ લગાવવા જેવા ઉપાય અપનાવી શકાય છે કે અને થોડા સમય માટે સેના ફરીથી દેશ પર રાજ કરતી થઈ જશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow