શાકભાજીનાં કેરેટની આડમાં દારૂની હેરફેર કરનાર ઝડપાયો
LCB પોલીસને મળેલ બાતમીથી વલથાણ હાઇ વે પર વોચમાં રહેલી પોલીસે બાતમીવાળા પીકઅપને અટકાવી તપાસ કરતા શાકભાજીનાં ખાલી કેરેટની આડમાં વિદેશી દારૂની બોટલો નંગ 1020 કિં.270800 રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો. LCB પોલીસે પીકઅપની કિં3 લાખ મોબાઇલ કિ. 5000 તથા રોકડા 1000 મળી કુલ 5.78 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત જિલ્લા ગામ્ય વિસ્તારમાં જુગાર તથા પોહિબિશનની પવૃતિનેે નેસ્તનાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં ફરી રહેલ LCB ગ્રામ્ય પોલીસને એક પીક અપ નં (DD -09 Q -9985) નો ચાલક પોતાનાં કબ્જાની મહિન્દ્રા પીકઅપનાં શાકભાજીનાં ખાલી કેરેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી હાલમાં નવસારીથી ને હા. થઇ કામરેજ તરફ જનાર છે તેવી બાતમી હકીકત મળેલ હોય મુંબઇથી અમદાવાદ જતાં ને હા. 48 પર વલથાણ ગામની હદમાં LCB પોલીસ વોચમાં ઉભી હતી.
ત્યારે વલથાણ કટ પર બાતમીવાળો ટેમ્પોને રોકી તપાસ કરતા કેરેટની આડમાં છુપાવેલ અલગ અલગ બાંડનો વિદેશી દારૂનો જથ્થો બાટલી નંગ 1020 કિં.270800રૂપિયાનો મળી આવ્યો હતો. તથા પીકઅપની કિં.3 લાખ રૂપિયા તથા એક મોબાઇલ કિં.5000 રૂપિયા તથા રોકડા 1000 રૂપિયા મળી કુલ 578800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પીકઅપ ચાલક લવકુશ (30) (રહે. ઇંદીરાનગર પંચાયત માર્કેટ સેલવાસ)ની અટક કરી હતી. તથા વિદેશી દારૂ ભરાવી આપનાર કમલેશભાઇ (રહે. ખાનવેલ) તથા દારૂ ભરેલ ટેમ્પો ખાનવેલથી સેલવાસ આપી જનાર તથા સફેદ ઇકોંગાડીનો ચાલક (જેના સરનામાની તથા ઇકોગાડીનાં નંબરની ખબર નથી)નેે વોન્ટેડ જાહેર કયાૅ હતા.