અળસી ને ગુંદરના લાડુના છે અઢળક ફાયદા

અળસી ને ગુંદરના લાડુના છે અઢળક ફાયદા

શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. લોકો સ્વસ્થ રહેવા માટે અવનવી વાનગીઓ અને લીલા શાકભાજીનું સેવન કરવામાં આવે છે. અળસીના બીજ અને ગુંદરના લાડુ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બંનેમાં ઔષધીય ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે. ગુંદર અને અળસી બંનેનો ઉપયોગ અલગ-અલગ બીમારીના ઈલાજ માટે કરવામાં આવે છે. તો એવું નથી કે, અળસીના બીજ અને ગુંદરને મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે અળસી અને ગુંદરમાંથી બનાવેલા લાડુ ખાઈ શકાય છે. અળસી અને ગુંદર બંનેમાંથી ભરપૂર પ્રમાણમાં પોષણ મળે છે, તેથી જો લાડુ બનાવીને ખાવામાં આવે તો શરીરને ફાયદો થશે. શિયાળામાં સ્વસ્થ રહેવા માટે અળસી અને ગુંદરના લાડુનું સેવન કરવું જ જોઈએ. ડાયેટિશિયન ડૉ.અન્નુ અગ્રવાલ પાસેથી જાણીએ તેમના ફાયદા વિશે.

અળસી અને ગુંદરના લાડુ ખાવાનાં ફાયદા

પાચનક્રિયામાં સુધારો થાય
અળસીમાં કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ વ ભરપૂર પ્રમાણમાં હોય છે તો ગુંદરમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઇડ્રેટ્સ અને હેલ્ધી ફેટ હોય છે. જે લોકોને પાચનની સમસ્યા હોય તે લોકોએ અળસી અને ગુંદરના લાડુને ડાયટમાં સામેલ કરવા જોઈ. આ લાડુ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. અળસી અને ગુંદરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઈબર ખોરાકને પચાવવાનું કામ કરે છે તો સાથે જ ગેસ અને કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત આપે છે. કબજિયાત અને અપચોથી છુટકારો મેળવવા માટે અળસીના બીજ અને ગુંદરના લાડુ એક સાથે ખાઈ શકો છો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow