PM મોદીના પહેરવેશે દર વર્ષની જેમ આ વખતે પણ જમાવ્યું આકર્ષણ

PM મોદીના પહેરવેશે દર વર્ષની જેમ આ વખતે પણ જમાવ્યું આકર્ષણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 74મા ગણતંત્ર દિવસના ખાસ મોકા પર ભારતની વિવિધતાનું પ્રતિક એવી બહુરંગી રાજસ્થાની પાઘડી પહેરી હતી.  

પીએમ મોદીના આ વર્ષના પોશાકની પહેલી ઝલક ત્યારે સામે આવી જ્યારે પીએમ મોદીગણતંત્ર દિવસની પરેડ પહેલા વોર મેમોરિયલ પહોંચ્યા હતા. આજે પીએમ મોદીએ સફેદ કુર્તા અને પેન્ટની સાથે કાળો કોટ અને સફેદ સ્ટોલ પહેરી છે.

કાળા અને સફેદ પોશાકમાં લાંબી પૂંછડીવાળી બહુરંગી પાઘડીએ તેમના પોશાકના ગૌરવમાં વધારો કર્યો છે.

પીએમ મોદીના પોશાકની પસંદગી ખૂબ જ રસપ્રદ
જણાવી દઈએ કે ગયા વર્ષે પીએમ મોદીના પોશાકમાં ઉત્તરાખંડ અને મણિપુરનો અલગ સ્પર્શ દર્શાવ્યો હતો. ગયા વર્ષે ગણતંત્ર દિવસ પર એમને ઉત્તરાખંડની બ્રહ્મકમલ ટોપી પહેરી હતી અને મણિપુરમાંથી લિરમ ફીની ઝલક જોવા મળી હતી.

નોંધનીય છે કે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના બે પ્રસંગો પર પીએમ મોદીના પોશાકની પસંદગી ખૂબ જ રસપ્રદ રહે છે અને આ સાથે જ પીએમ મોદી અન્ય પ્રસંગો પર પણ ચોક્કસ જાતિ અથવા પ્રદેશના પરંપરાગત કપડાં પહેરે છે.

જણાવી દઈએ કે વર્ષ 2021માં 72માં પ્રજાસત્તાક દિવસ પર પીએમ મોદીએ લાલ બાંધેલી ટોપી પહેરી હતી જે જામનગરના રાજવી પરિવાર તરફથી એમને ભેટ આપવામાં આવી હતી. આ પહેલા વર્ષ 2020માં પીએમ મોદીએ કેસરી બંધેજ ટોપી પહેરી હતી. નરેન્દ્ર મોદી હંમેશા કંઈક અલગ પોશાક પહેરવા માટે જાણીતા છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow