સોસાયટી માટે ડૂબી મરવા જેવું!, આણંદમાં ઓવરબ્રિજ નીચેથી નવજાતની લાશ મળતા ચકચાર
રાજ્યમાં નવજાત બાળકો ત્યજી દેવાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મા ની મમતા લાજે તેવા અવાર નવાર કિસ્સાઓ સામે આવતા હોય છે. આણંદમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. આણંદના ભાલેજ ઓવરબ્રિજ નીચેથી ત્યજી દેવાયેલ મૃત નવજાત શિશુ મળ્યું છે. રેલવે ટ્રેકથી 10 ફૂટ દૂર મૃત નવજાત મળી આવ્યું છે.
ભાલેજ ઓવરબ્રિજ નજીકથી મૃત નવજાત મળ્યું
આણંદમાં ભાલેજ ઓવરબ્રિજ નજીકથી ત્યજી દેવાયેલી હાલતમાં મૃત નવજાત શિશુ મળી આવ્યું છે. રેલવે ટ્રેકથી 10 ફૂટ દૂર મૃત નવજાત બાળક મળ્યું છે. આણંદ રેલવે પોલીસે નવજાત બાળકનો મૃતદેહનો કબજે મેળવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
અગાઉ સુરતમાંથી નવજાત મૃત હાલતમાં મળી આવ્યું હતુ
મગદલ્લા ગામમાં આવેલ એક બિલ્ડિંગના પરિસરમાંથી નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી. નિષ્ઠુર માતાએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને ત્યજી દીધી હોય તેવી ચર્ચાઓ ઉઠી હતી.